________________
૫૩૦
મેં કહ્યું: ચિત્રકળાની ઉપમા પરથી ફલિત થતી શકયતા પર વિશ્વાસ ન મૂકશો; પરંતુ જે શક્તિ સાથે કાવ્યમય અનુકરણને (૪) નિબત છે તે સારી છે કે ખોટી તેની આપણે વધુ પરીક્ષા કરીશું
અચૂક.
આપણે પ્રશ્ન આ રીતે મૂકી શકીએ; માણસોનાં જે કૃત્યમાંથી, પછી એ સ્વેચ્છાએ કરવામાં આવ્યાં હોય કે અનિચ્છાએ થયાં હોય, પરંતુ તેમની કલ્પના પ્રમાણે જેમાંથી સારાં કે માઠા પરિણામે આવ્યાં હોય તથા તે અનુસાર તેઓ જે આનંદ માણતાં હોય કે શેક કરતાં હોય તેવાં કૃત્યોનું એ અનુકરણ કરે છે. આથી કંઈ વિશેષ છે?+
ના. બીજું કશું નથી.
પરંતુ સંજોગોના આ તમામ વૈવિધ્યની વચ્ચે માણસમાં એનાથી (૩) શું પોતાની જાત સાથે એકતા સધાય છે ખરી–અથવા તે દષ્ટિના વિષયમાં જેમ તેના અભિપ્રાયોમાં એ ને એ વસ્તુઓ વિશે ગોટાળો તથા વિરેાધ હતાં, તેમ અહીં પણ જીવનમાં શું કલહ અને અસંગતિ દેખાતાં નથી ? જે કે પ્રશ્ન ફરીથી છણવાની ભારે જરાય જરૂર નથી, કારણ મને યાદ છે કે આ બધું આપણે કયારનું કબુલ કર્યું છે, અને આ તથા આના જેવા દસ હજાર વિરોધ આત્મામાં એક જ ક્ષણમાં ઉભરાય છે અને આપણે સ્વીકાર કર્યો છે?
તેણે કહ્યું અને આપણે એમાં ખોટું કર્યું નથી. ' કહ્યું: હા, આટલે સુધી આપણે ખરા છીએ, પરંતુ જે (૨) એક વિગતને આપણે છોડી દીધી હતી, તેને હવે ઉલ્લેખ કરવો જોઈશે.
આપણે શું છોડી દીધું હતું?
આપણે શું એમ કહ્યું નહોતું કે પોતાના પુત્રને અથવા પોતાને જે કંઈ વધારેમાં વધારે વહાલું હોય તેને ગુમાવવાનું કમભાગ્ય સારા
+ મુદ્દો. ૫. કાવ્યની પરીક્ષા + જુઓ ઉપર પરિ. ૩ તથા “લઝ’ પુ. ૫-હકર.