________________
પર૯
અને એ ને એ વસ્તુઓ પાણીની અંદર વાંકી દેખાય છે, તથા પાણીની બહાર જોવામાં આવે ત્યારે સીધી દેખાય છે, અને રંગોને લીધે દૃષ્ટિમાં જે આભાસે શક્ય છે તેને લઈને જે દબાયેલું હોય તે ફૂલેલું લાગે છે. આ રીતે આપણામાં પ્રત્યેક જાતને (૬) ગોટાળે દેખા દે છે અને માનવમનની આ જ એ નબળાઈ છે, જેના પર હાથચાલાકીની અને પ્રકાશ અને છાયાની મદદ વડે છેતરવાની કળા તથા બીજી ચતુરાઈથી ભરેલી યુક્તિઓ–જેને લીધે આપણું પર જાદુના જેવી અસર થાય છે–તેને આધાર રહેલો છે.
ખરું.
અને માપવાની તથા ક્રમાંક આપવાની અને તેલ કરવાની કળાઓ માનવબુદ્ધિની વહારે ધાય છે + –તે કળાઓમાં રહેલું સૌંદર્ય એમાં જે છે–અને જે દેખાવમાં જ વધારે મોટું કે વધારે નાનું અથવા વધારે હલકું, કે વધારે ભારે લાગતું હોય તેની આપણું પર કશી અસર થતી નથી, પરંતુ ગણત્રી તથા માપ અને વજન આગળ તે (આભાસે) ઢીલા પડી જાય છે, નહિ ?
તદ્દન ખરું.
(૬) અને આત્મામાં જે ગણત્રી કરનારું તથા બુદ્ધિનું તત્ત્વ રહેલું છે તેનું જ અચૂક આ કામ હોવું જોઈએ ખરું ને?
અવશ્ય.
અને જ્યારે આ તત્વ માપણી કરે અને પ્રમાણપત્ર આપે કે અમુક વસ્તુઓ સરખી છે કે અમુક બીજીના કરતાં વધારે મોટી કે વધારે નાની છે, ત્યારે વિરોધને આભાસ થાય છે નહિ ?
ખરું.
પરંતુ આપણે શું એમ કહેતા નહોતા કે એ વિરોધ અશકય છે–એ ને એ શક્તિના, એ ને એ વખતે, એકની એક વસ્તુને વિશે વિરોધી અભિપ્રાયો ન હોઈ શકે ?
* સરખાવા ઉપર પરિ. ૭. પ૨૨ ૩-૪ વગેરે. ૩૪