________________
પરિચ્છેદ ૧૦
તેની પાતાની કૃતિઓ વિશે તેા અનુકરણશીલ કલાકારમાં ઉજ્વળ બુદ્ધિમત્તા રહેલી હશે, નહિ ?
ના એનાથી કયાંય ઉલટી જ સ્થિતિ હશે.
૫૨૮
(૬) અને આમ છતાં શાને લીધે વસ્તુ સારી કે ખાટી નીવડે છે એ બાબત કશું પણ જાણ્યા વગર એ અનુકરણ કર્યાં જ કરશે અને તેથી અજ્ઞાની સમૂહને જે સારું ભાસે છે તેનું માત્ર એ અનુકરણ કરશે એમ આશા રાખી શકાય, ખરું ને?
એમ જ.
ત્યારે આટલે સુધી તે આપણે લગભગ ઘણા અંશે સ ંમત થયા છીએ કે પોતે જેનું અનુકરણ કરે છે તેનું ઉલ્લેખને યોગ્ય-એવું જ્ઞાન અનુકરણ કરનારમાં નથી. અનુકરણ એક પ્રકારની માત્ર ક્રીડા કે રમત છે, અને કરુણરસના કવિઓ, પછી ભલે તે સાદી કે વીરરસની શૈલિમાં લખતા હાય તેા પણ એના મૌલિક અમાં તે અનુકરણ કરનારાઓ જ છે.
સાવ સાચું.
(૪) અને હું તમને વિનવીને પૂછું છું કે હવે મને કહેા—શું જે સત્યથી ત્રણગણું વેગળું છે તેની સાથે અનુકરણ સંકળાયેલું છે એમ આપણે સાબિત નથી કર્યુ ?
જરૂર.
અને અનુકરણ કરવામાં માણસને જે શક્તિની જરૂર પડે છે તે કઈ મ
એટલે, તમે શું કહેવા માગેા છે ?
હું સ્ફુટ કરું: વસ્તુ પાસે હોય ત્યારે માટી દેખાય છે, અને દૂર હાય ત્યારે નાની દેખાય છે—નહિ?
ખરુ.
* મુદ્દો, ૪. અનુકરણની શક્તિ.