________________
૫૩૮
પચ્છેિદ ૧૨
આની ના પાડી શકતા નથી.
(૬) મેં કહ્યુ: માટે, ગ્લાઉદૅાન, હોમર હેલાસ આખાના શિક્ષક છે, તથા માનવવ્યવહારની વ્યવસ્થામાં અને શિક્ષણપદ્ધતિમાં એનુ અનુસરણ કરવું એ લાભકર્તા છે તથા તમારે એને ફરી ફરીને વાંચવે જોઈએ અને એને સમજવા જોઈએ અને એને (૬૦૭) ચીલે ચાલીને તમારે તમારું આખું જીવન ઘડવું જોઈ એ’~એમ પાકાર કરતા હોમરના પ્રશંસકેાને જ્યારે જ્યારે તમે મળે, ત્યારે ત્યારે આમ કહેનાર લેાકાને આપણે ભલે ચાહીશુ અને માન આપીશું – એમની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી શકે છે તેટલે અંશે તે બહુ જ સારા લેાકેા છે; અને આપણે કબૂલ કરવા તૈયાર છીએ કે હોમર કરુણરસપ્રધાન નાટકોના લેખામાં સૌથી પહેલા અને કવિમાં સૌથી શ્રેષ્ઠ છે; પરંતુ આપણા પેાતાના નિયમાં આપણે મક્કમ રહીશુ કે આપણા રાજ્યમાં માત્ર દેવાને લખેલી ઋચાઓ તથા સુવિખ્યાત પુરુષોની પ્રશંસાનાં કાવ્યને જ દાખલ થવા દેવાં જોઈએ; કારણ તમે આનાથી જો આગળ જશો અને મહાકાવ્યામાં કે ઊમિ ગીતામાં મધુથી ભરેલી કાવ્યની દેવીને અંદર દાખલ થવા દેશો, તેા જે નિયમન તથા માનવની બુદ્ધિ સર્વાનુમતે હમેશાં શ્રેષ્ઠ ગણાયાં છે તે નહિ, પરંતુ સુખ અને દુઃખ આપણા રાજ્યમાં શાસનકર્તા થઈ પડશે.
તેણે કહ્યુંઃ સૌથી સાચું એ છે.
(1) અને હવે આપણે કાવ્યના વિષય પર ફ્રી ચર્ચા કરીએ છીએ તે આપણે જેનું વર્ણન કર્યું" છે તેવા વલણવાળી કળાને આપણા આદર્શી નગરરાજ્યમાંથી કાઢી મૂકવા સંબંધી આપણે પૂર્વે જે નિર્ણય કર્યાં હતા—કારણ જે, બુદ્ધિએ આપણને એવી ફરજ પાડી—તેની યોગ્યતા પૂરવાર કરવા માટે આપણું આ નિરૂપણ ઉપયોગી થઈ પડશે. પરંતુ આપણામાં કાઈ પ્રકારની કઠોરતા છે કે સભ્યતાની ખામી છે એવું આરોપણ આપણા પર એ ન કરે તે અર્થે આપણે એને જણાવીશું કે કાવ્ય અને ફિલસૂફી વચ્ચેનેા ઝઘડા તા જૂના છે;