________________
૧ર૪
પરિચ્છેદ ૧૦ શું એમ કલ્પી શકશે કે ઘણું લેકે એના અનુયાયીઓ થયા ન હતા અને એને માન ન મળ્યું હેત તથા તેઓ એને ચાહતા ન હોત? એડેરાના પ્રેટેગોરાસને અને સિયેસના ડિકસને તથા બીજા સંખ્યાબંધ લેકેને પોતાના સમકાલીન માણસોને માત્ર (૯) આટલું જ કહેવું પડેલું–‘તમારી કેળવણીના નિયામક તરીકે તમે અમને નહિ નીમે, ત્યાં સુધી તમારા પિતાના ઘરની કે તમારા પોતાના રાજ્યની વ્યવસ્થા કરવા તમે કદી શક્તિમાન નહિ થાઓ”—અને તેમની આ વિચક્ષણ યુક્તિને લઈને લેકે એમને ચાહે એ પ્રકારની એટલી તે અસર થઈ ગઈ કે એમના સોબતીઓ માત્ર એમને ખભા પર ઊંચકીને ફર્યા નહિ એટલું જ; અને જે હોમર તેમ જ હિસિયડ માનવજાતને ખરેખર વધારે સગુણી કરી શક્યા હોત, તો હોમરના કે હિસિયડના સમકાલીન માણસે એ બેમાંના એકેયને ભાટચારણની જેમ ભટકવા દીધા હોત એ શું મનાય એવી વાત લાગે છે? એમનાથી છૂટા પડવાની વાત સુવર્ણથી છૂટાં પડવા જેટલી એમને શું અનિચ્છનીય ન લાગી હેત, અને પોતાની સાથે ઘેર રહેવાની તેમને શું (૬) ફરજ ન પાડી હોત ? અથવા જે ગુરુ ઘેર ન રહ્યા હોત, તો પિતાને પૂરતું શિક્ષણ મળ્યું હોત ત્યાં સુધી શિષ્યો તેમની પાજળ ભટક્યા હત–ખરું ને ?
હા, સોક્રેટિસ, હું માનું છું કે એ તદ્દન ખરું છે.
ત્યારે આપણે શું એવું અનુમાન બાંધવું જોઈએ કે હોમરથી માંડીને આ બધી કવિત્વવાળી વ્યક્તિઓ માત્ર અનુકરણ (૬૧) કરનારી જ છે; તેઓ સગુણ તથા બીજાની પ્રવૃત્તિઓની જ નકલ કરે છે, પરંતુ સત્ય કદી પ્રાપ્ત કરી શકતા નથી ? આપણે ક્યારનું કહી ગયા છીએ તે પ્રમાણે કેઈ ચિત્રકાર મોચીના ધંધા વિશે કશું ન જાણુ હોય તો પણ જેમ એ મોચીનું ચિત્ર દોરે છે તે જ કવિ પણ છે. અને જેનામાં કવિના કરતાં જરાય વધારે જ્ઞાન ન હોય,
* જુઓ પ્લેટોને “પ્રાદેરાસ” નામને સંવાદ: ક-૩૧૫