________________
પર૨
પરિચ્છેદ ૧૦ રીતે તેનાં કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને વિશે નહિ; આપણે કંઈ એને અથવા બીજા કેઈ કવિને એમ પૂછવાના નથી કે ભાઈ! તમે એશ્લેપિયસની માફક દરદીઓને સાજા કર્યા છે, કે એલેપિયસ ભાઈઓની જેમ આયુર્વેદની એક શાખા પાછળ મૂકતા ગયા છો, કે પછી બીજા કેઈકની પાસેથી સાંભળીને આયુર્વેદ તથા બીજી કળાઓની માત્ર તમે વાતો જ કરે છે; (આવા પ્રશ્નો એમને ન પૂછીએ તોપણ) લશ્કરી બૃહવિદ્યા, રાજકારણ, કેળવણી જેવા વિષય જે એનાં કાવ્યમાં ઉત્તમત્તમ છે () તથા સૌથી પ્રધાનપદે આવેલા છે તે વિશે આપણને જાણવાને હક્ક છે જ, અને તે બાબત આપણે એને ખુશીથી પૂછી શકીએ. પછી આપણે એને પૂછીશું, “મિત્ર હેમર, સગુણ વિશે તમે જે કંઈ કહે છે તેમાં તમે સત્યથી ત્રીજા પગથિયે નહિ પણ જે માત્ર બીજા પગથિયા જેટલા દૂર હે – અનુકરણ કરનાર કે પ્રતિકૃતિ બનાવનાર ન હ–અને ખાનગી કે જાહેર જીવનમાં ક્યા વ્યવસાયો માણસને વધારે સારા કે વધારે ખરાબ કરે છે તે દિશામાં જે તમારી દષ્ટિ પહોંચતી હોય, તો તમારી મદદથી કયા રાજ્યનું વધારે સારું શાસન થયેલું એ અમને કહે ? લેસિડિમેનિયાની સુવ્યવસ્થા (૬) લાયકરગસને આભારી હતી; અને નાનાંમેટાં બીજાં અનેક નગરરાજ્યને બીજાઓથી એ રીતે લાભ થયો છે; પરંતુ તમે રાજ માટે સારા કાયદા ઘડ્યા છે તથા એમનું કશું ભલું કર્યું છે એમ કેણ કઈ કહે છે? ઈટલી તથા સિસિલી ખારેન્કાસનાં બણગાં ફૂકે છે અને આપણામાં સેલન સુવિખ્યાત છે. પણ એકેય નગરરાજય તમારા વિશે કશું કંઈ બોલે છે?–તે તેના જવાબમાં એવું એક પણ નગરરાજ્ય છે જેનું એ નામ આપી શકશે ?
ગ્લાઉકોને કહ્યું હું માનતો નથી; હોમરના અનુયાયીઓ પોતે પણ એવો દાવો કરતા નથી કે એ કાયદા ઘડનાર હતો.
(૬૦) વારુ, વળી એ જીવતો હતો, ત્યારે એની સલાહની મદદથી કે પછી એણે પોતે એક પણ લડાઈ ફતેહમંદ રીતે પાર