________________
પરિચછેદ ૧૦ (૫૯૫) પૂરે વિચાર કર્યા બાદ આપણું રાજ્યની વ્યવસ્થામાં જે ઘણી વિશિષ્ટતાઓ હું જોઉં છું, તેમાંની કાવ્ય વિશેના નિયમ સિવાયની એકે ય મને વધારે રસપ્રદ લાગતી નથી.*
તમે શાને ઉલ્લેખ કરે છે ?
જેને આપણે અવશ્ય કદી સ્વીકાર કરવો ન જોઈએ તેવાં અનુકરણાત્મક કાવ્યોના નિષેધનો; કારણ હવે આત્માના પ્રત્યેક (8) અંશની ઓળખ આપવામાં આવી છે, તેથી હું અત્યંત સ્પષ્ટતાથી એ જોઈ શકું છું.
એટલે ?
ખાનગીમાં કહું તો,-કારણ કરુણરસપ્રધાન નાટકના લેખકે તથા બાકીના અનુકરણ કરનાર લેકે સમક્ષ મારા શબ્દો ફરીથી ઉચ્ચારાય તો મને ગમે નહિ–પરંતુ તમને કહેવામાં મને કશો વાંધો નથી કે કવિત્વથી ભરેલાં અનુકરણો સાંભળનારની બુદ્ધિને હાસ થાય છે અને માત્ર જેનું અનુકરણ કરવામાં આવે છે તેનાં ખરાં સ્વરૂપનાં જ્ઞાન વડે જ અનુકરણનો પ્રતિકાર થઈ શકે છે.
તમારાં વિધાનને અર્થ સમજાવો.
વારુ, હું કહું છું–જો કે ઠેઠ મારી યુવાવસ્થાની શરૂઆતથી હોમર પ્રત્યે મને પ્રેમ અને માન છે+જેને લઈને અત્યારે પણ શબ્દો બહાર કાઢતાં મારા ઓઠ થોથવાય છે, કારણ (%) કે તમામ કરુણરસપ્રધાન આકર્ષક લેખકોને એ મહાન નેતા તથા શિક્ષક છે; પરંતુ સત્ય કરતાં વ્યક્તિને કદી વધારે માન આપવું ન જોઈએ અને
મુદ્દો ૧. કલાનું સ્વરૂપ, + સરખાવો ઉપર ૩૯૧-ચ
૩૩