________________
૧૯૬
ખરું. છે અને એને ઘડનાર તે તને અનુરૂપ, આપણું ઉપયોગ માટે, ખાટલે ઘડે છે અથવા ટેબલ બનાવે છે–આ અને આના જેવાં બીજાં ઉદાહરણેમાં આપણે આ રીતે જ બોલીએ છીએ—પરંતુ કોઈ પણ (પાર્થિવ વસ્તુને) ઘડનાર તને પોતાને સર્જતે નથીઃ સઈ જ કેમ શકે ?
અશક્ય.
વળી એક બીજો પણ ઘડનાર છે–એને વિશે તમે શું કહો તે જાણવાનું મને મન છે.
(૪) એ કોણ ? બીજા તમામ કારીગરેના નમૂનાઓને જે ઉત્પન્ન કરી શકે છે તે. કે અભુત માણસ!
ઉતાવળ ન થાઓ, અને તમારા આ શબ્દો માટે તમને વધારાનું કારણ મળી રહેશે. કારણ જે માત્ર દરેક જાતનાં વાસણ બનાવી શકે એટલું જ નહિ પણ ઝાડપાન તથા પ્રાણીઓ, પોતે તથા બીજી તમામ વસ્તુઓ–પૃથ્વી અને સ્વર્ગ, તથા સ્વર્ગમાં કે પૃથ્વી નીચે જે વસ્તુઓ છે તેને પણ સર્જી શકે એવો આ છે; એ તો દેવોને પણ સજે છે!
(૯) ત્યારે તે અચૂક એ કઈ જાદુગર હોવો જોઈએ.
અરે! તમને વિશ્વાસ નથી બેસતો ખરું ને ? તમે શું એમ માને છે કે એ કોઈ જ ઘડનાર કે સર્જનહાર નથી, અથવા તો અમુક અર્થમાં લઈએ તે આ તમામ વસ્તુઓને ઘડનાર હોઈ શકે પણ બીજા કોઈ અર્થમાં નહિ ? તમે જાતે એ તમામ વસ્તુઓ સર્જી શકે એવી રીત છે એની તમને ખબર પડે છે?
કઈ રીતે ?
તદન સહેલી રીત; અથવા તો એ પરાક્રમ જલદી અને સહેલાઈથી થઈ શકે એવા ઘણુયે રસ્તા છે, દર્પણને ચારે તરફ ફેરવ્યું હોય એના કરતાં બીજી ઝડપવાળી રીત તો નથી જ – બહુ જ (૬) જલદીથી