________________
પરિછેદ ૯ અંશને એણે પિતાના સૌથી વધારે ખરાબ અંશના ગુલામ તરીકે રાખવાનો છે એ શરતે જે એને એનું અને રૂપું મળવાનું હોય, તો એમાં એ માણસને લાભ ક્યાંથી થાય ? જે માણસ પોતાના (૬) પુત્ર કે પુત્રીને પૈસાની ખાતર ગુલામ તરીકે વેચી દે, અને તે પણ ખાસ કરીને કર અને દુષ્ટ માણસને હાથમાં વેચે, પછી ભલેને એને ગમે તેટલી મોટી રકમ મળવાની હોય તો પણ એને એથી લાભ થશે એમ કેણ ક૯પી શકશે ? અને જે માણસ કંઈ પણ પશ્ચાત્તાપ વગર પિતામાં રહેલું દૈવી (પ૯૦) સત , જે સૌથી વધારે આસુરી અને ધિક્કારને પાત્ર છે એવા અંશને વેચી દે, તો તેવો માણસ દુઃખી શઠ નથી એમ કોણ કહેશે ? પિતાના ધણીની જીંદગી વેચીને એરિફિલીએ એક હાર લીધે, પણ આ માણસ તે ખરાબમાં ખરાબ નાશને અર્થે (હલકી) લાંચ લે છે.
ગ્લાઉકોને કહ્યું. એને બદલે હું જવાબ આપીશઃ હા, અત્યંત ખરાબ નાશ.
પિતામાં રહેલા મોટા બહુરૂપી રાક્ષસને અસંયમી માણસ બહુ છૂટથી ભટકવા દે છે, તેથી પ્રાચીન કાળથી એ શું ઠપકાને પાત્ર નથી ગણાય ?
એ સ્પષ્ટ છે.
અને જ્યારે સિંહ અને સર્પનું તત્વ એમનામાં હદ બહારનું (8) વધી જાય છે અને બળવાન થઈ જાય છે, ત્યારે અહંકાર અને દુષ્ટ સ્વભાવને માટે લેકને ઠપકે આપવામાં આવે છે, ખરું ને ?
હા; અને વિલાસ તથા બાયલાપણું પણ નિન્ય ગણવામાં આવે છે, કારણ કે આ એ જ પ્રાણીને ઢીલું અને નબળું કરી નાંખે છે, તથા એને બીકણ બનાવી દે છે!
સાવ સાચું.
અને જે માણસ પ્રાણવાન પશુને ઉછું ખલ રાક્ષસના અધિકાર નીચે મૂકે, અને પૈસા કે જે એને કદી (સંતોષ થાય તેટલા) પૂરતા