________________
પ૮૯
ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મળે એ રીતે એણે હરહંમેશ (૪) બોલવું ચાલવું જોઈએ. એક સારા ખેડૂતની જેમ, નમ્ર ગુણોને પોષીને તથા વધવા દઈને અને જંગલી ગુણોને વધતાં અટકાવીને, એ ઘણું માથાવાળા રાક્ષસ પર ચેકી રાખ્યા કરશે, જેનું સિંહ જેવું હૃદય છે (એવા પ્રાણના તત્વને) પિતાનું મિત્ર બનાવવું પડશે, અને એ તમામ માટે એકસરખી કાળજી રાખીને, ભિન્ન ભિન્ન ભાગોને એક બીજા સાથે તથા પિતાની સાથે એને સુમેળ સાધવો પડશે.
તેણે કહ્યું: હા, ધર્મનું પ્રતિપાદન કરનાર એમ જ કહેશે.
અને આ રીતે પ્રત્યેક દષ્ટિબિંદુથી, પછી ભલે એ સુખનું કે (૪) પ્રતિષ્ઠાનું, કે લાભનું હોય, પરંતુ ધર્મને પક્ષ લેનાર ખરે છે, અને એ સાચું બેલે છે અને એને પ્રતિપક્ષ જુઠ્ઠો તથા ખેટ તથા અજ્ઞાની છે, ખરું ને ?
હા, દરેક દષ્ટિબિંદુથી.
હવે અહીં આવો અને (કશું નૈતિક) ખલન કરવાને જેને ઈરાદે નથી તેવા અધમને આપણે ધીમેથી સમજાવીશું આપણે એને કહીશું “સારા સાહેબ, જે વસ્તુઓને ઉમદા તથા જે વસ્તુઓને હીણી ગણવામાં આવે છે એ વિશે તમારો શો ખયાલ છે? જેમાં (મનુષ્યમાં રહેલું) પશુ માનવના (8) અધિકાર નીચે રહેલું હોય, અથવા ખરું કહીએ તો મનુષ્યમાં જે દેવ છે તેના અધિકાર નીચે રહેલું હોય તે શું ઉમદા નથી, અને જેમાં માનવ (નું તત્ત્વ) પશુના અધિકાર નીચે મૂક્વામાં આવ્યું હોય, તે શું હીણું નથી ? આને ઉત્તર –કારમાં આપ્યા સિવાય એ ભાગ્યે જ બચી શકશે–શું એ હવે બચી શકશે ?
જે એને મારા અભિપ્રાયની જરા પણ દરકાર હશે તો તો નહિ જ.
પરંતુ આટલું જે એ કબૂલ કરે તો આપણે એને એક બીજા પ્રશ્નનો જવાબ આપવા કહીશું :–ત્યારે પોતાના સૌથી વધારે ઉમદા