________________
ત્રણ જાતનાં સુખે હેય એમ દેખાય છે. એક ખરું અને બે (૩) ખોટાં જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે; નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલે હોય છે, અને જે કેટલાંએક ગુલામી સુખો એના ઉપગ્રહ જેવાં છે તેની સાથે એ વસે છે; અને એની અધમતાનું માપ ઉપમા દ્વારા જ વ્યક્ત કરી શકાય એમ છે.
એટલે?
મેં કહ્યું : મૂડીવાદીથી જુલમગાર ત્રીજે નંબરે છે એટલું હું સ્વીકારી લઉં છું; (કારણુ) પ્રજાસત્તાવાદી મધ્યમાં હતો, ખરું ને?
હી.
અને જે કંઈ ઉપર કહેવાઈ ગયું છે એમાં સત્ય હોય, તે મૂડીવાદીના સુખથી, સત્યના દષ્ટિબિંદુએ જે સુખની છાયા ત્રણ ગણી દૂર છે એવી છાયાને એ વરે છે!
એવીને એ વરે છે.
અને રાજવી (માનવ) કરતાં મૂડીવાદી ત્રીજે આવે છે; (૩) કારણ કે આપણે રાજવીને પહેલે ગણીએ છીએ, અને (પછી) શિષ્ટશાસનવાદી ?
હા, એ ત્રીજે છે
ત્યારે જુલમગાર સાચ્ચા સુખથી ત્રણ ગુણ્યા ત્રણના આંકડા જેટલા અંતરે વસે છે ?
એ સ્પષ્ટ છે.
ત્યારે જુલમગારના છાયા જેવા સુખનું લંબાઈની સંખ્યાથી માપ કાઢયું હોય, તો તે એક સપાટ આકૃતિ થશે.
જરૂર. * “
ફિસ” નામના સંવાદમાં પણ રાજવી પુરુષથી જુલમગાર નવ ગણે દૂર વસે છે એમ કહ્યું છે,