________________
૪૮૬
૫૦૧ બાજુએ મૂકીને જે પ્રતિષ્ઠા અને વિજ્ય તથા પિતાના ક્રોધને સંતોષવા માગે, અને તેને અંગે ઈર્ષાળુ અને મહત્ત્વાકાંક્ષી થાય કે બળજબરી વાપરે અને ઝઘડે કરે, અથવા ગુસ્સે થાય અને અસંતોષી રહે તથા એ રીતે (૯) પિતાના વેગને ક્રિયામાં મૂકે, તે એ પણ શું પહેલાના જે જ નહિ થાય ?
તેણે કહ્યું હા પ્રાણના તત્ત્વનું પણ એવું જ બનશે,
ત્યારે આપણે શું એટલું ખાત્રીપૂર્વક ન કહી શકીએ, કે પૈસા તથા માનના ભૂખ્યા લેકે જ્યારે તે બુદ્ધિ તથા જ્ઞાનને સાથ રાખીને તથા તેના નિયંત્રણની નીચે પિતાનાં સુખ માટે શેધ કરે, અને જે સુખોની વિવેક પરવાનગી આપે તેને માટે જ પ્રયત્ન કરે તથા તેને મેળવે, તો તેમ કરવામાં તેઓ સત્યને અનુસરે છે તેથી, તેમને મળી શકે એમ હોય તેવાં સાચ્ચાંમાં સાચ્ચાં સુખે (૬) વધારેમાં વધારે પ્રમાણમાં મળી રહેશે; અને જેને માટે જે શ્રેષ્ઠ હોય, તેને માટે તે સૌથી વધારે સ્વાભાવિક પણ હોય—એ ન્યાયે તેમને પોતાને જે સ્વાભાવિક છે તેવાં સુખે મળી રહેશે ?
હા, જરૂર, જે શ્રેષ્ઠ છે તે સૌથી વધારે સ્વાભાવિક છે.
અને જ્યારે સમસ્ત આત્મા ફિલસૂફીનાં તત્વને અનુસરતો હોય, તથા એમાં કશા વિભાગો ન પડ્યા હોય ત્યારે (આત્માના) ભિન્નભિન્ન અંશે ધર્મિષ્ઠ રહે છે, અને પ્રત્યેક (૫૮૭) પોતપોતાનું કાર્ય કરે છે, તથા જે શ્રેષ્ઠ અને સાચ્ચામાં સાચ્ચાં સુખ અનુભવવાની એમનામાં શક્તિ હોય, તે સુખ પ્રત્યેક અંશ માણે છે.*
બરાબર એમ જ.
પણ જ્યારે બીજાં બે તરોમાંનું હરકોઈ પ્રધાનપદ ભોગવતું હોય ત્યારે એ તત્વ પિતાનું (વિશિષ્ટ) સુખ સાધવામાં નિષ્ફળ
# તુચ્છ અંશનાં સુખ પણ તુચ્છ હોય છે, અને બુદ્ધિ દ્વારા બન્નેની તુચ્છતાનું આત્માને ભાન થાય, તે જ તુચ્છ અંશનાં વિશિષ્ટ સુખે બની શકે તેટલી સારી રીતે માણી શકાય, નહિ તે નહિ.