________________
૫૦૨
પરિચછેદ કે
નીવડે છે, તથા જે સુખ માત્ર પડછાયા જેવું છે અને જે એમનું પિતાનું (વિશિષ્ટ સુખ) નથી તેની પાછળ ભમવાની બાકીના તને ફરજ પાડે છે.
ખરું.
અને ફિલસુફી તથા બુદ્ધિથી એમનું અંતર જેટલે અંશે વધારે મેટું, તેટલે અંશે એ સુખ પણ વધારે વિચિત્ર અને આભાસ જેવું હશે, ખરું ને ?
હા.
અને નિયમ તથા વ્યવસ્થાથી જે સૌથી વધારે વેગળું હોય, તે શું બુદ્ધિથી પણ સૌથી વધારે દૂર નહિ હોય ?
એ સ્પષ્ટ છે.
અને આપણે જોયું તેમ, વિષયવાસનાની તથા જુલમી (9) ઈચ્છાઓ (બુદ્ધિથી) સૌથી વધારે વળગી છે ?
(૪) હાં. અને રાજવી તથા વ્યવસ્થિત ઈચ્છાઓ સૌથી વધારે નજીક ? હા
ત્યારે જુલમગાર પોતાનું જીવન ખરા અને સ્વાભાવિક સુખથી વધારેમાં વધારે દૂર ગાળતો હશે, અને રાજા ઓછામાં ઓછા અંતરે?
જરૂર.
પણ જો એમ હોય, તો જુલમગાર સૌથી વધારે અ-સુખમાં રહેશે, અને રાજા સૌથી વધારે સુખી રીતે ?
અચૂક
એ બે ની વચ્ચે કે ટ લું અં ત ર છે તે નું મા ! ત મા રે કા ઢ વું છે!
તમે કહે ને ?
* મુદ્દો છે : રાજવી ફિલસૂફના સુખ તથા જુલમગારના નિર્ભેળ દુઃખ વચ્ચેનું અંતર.