________________
૧૮૫
૪૯
(૩) ત્યારે સામાન્ય દૃષ્ટિએ જે વસ્તુએ આત્માની સેવામાં ચેાજાયેલી રહે છે, એના કરતાં જે જાતની વસ્તુઓ શરીરની સેવામાં રહે છે તેમાં સત્ય અને સત્ ઓછાં હોય છે, નહિ ?
કયાંય ઓછાં.
અને આત્મા કરતાં શરીરમાં પેાતામાં શું આછાં સત્ય અને સત્ નથી ?
હા.
જેનામાં વાસ્તવિક (real ) અસ્તિત્વ નથી, અને જે ઓછું વાસ્તવિક છે તે જેટલું વાસ્તવિક રીતે ભરાઈ શકે તેના કરતાં જેનામાં વાસ્તવિક અસ્તિત્વ વધારે છે તથા જે ખરેખર વધારે પ્રમાણુમાં વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે, તે વધારે વાસ્તવિક રીતે ભરપૂર થઈ શકે છે, ખરું ને?
અલબત્ત.
અને પેાતાના વિશિષ્ટ સ્વભાવ (nature) અનુસાર અમુક વસ્તુથી ભરપૂર થવામાં જો સુખ રહેલું છે, તે જેનામાં વધારે વાસ્તવિક સત્ (૬) વધારે વાસ્તવિક રીતે ભરેલું છે, તે વધારે વાસ્તવિક અને સત્ય રીતે સુખને અનુભવ કરી શકશે; જ્યારે જે ઓછા વાસ્તવિક સા ભાગીદાર હશે, તેને એછી અસંદિગ્ધ અને ઓછી સત્ય રીતે સ ંતેાષ થશે, તથા તે ઓછા વાસ્તવિક અને ખાટા સુખના ભાગીદાર ખનશે, ખરું ને ? એ વિશે પ્રશ્ન જ ન હોઈ શકે,
(૫૮૬) ત્યારે વિવેક અને સદ્ગુણ શું છે એ જે જાણતા નથી અને જે ખાઉધરાપણામાં તથા વિષયવાસનામાં હરહંમેશ મચ્યા રહે છે, તેઓ મધ્યસ્થ સ્થિતિ સુધી ઉપર નીચે આવ-જા કરે છે; અને આ પ્રદેશમાં જીવનભર અવિચારી રીતે તે ભટકથા કરે છે, પણ ખરેખરી ઉચ્ચતર દુનિયામાં તે કદી પ્રવેશ કરતા નથી; તે તરફ તે દૃષ્ટિપાત કરતા નથી, તેમ જ કદી તેમને