________________
૫૮૪
૪૯૭
અને દુઃખ તથા મધ્યસ્થ સ્થિતિ વિશે પણ ખોટા ખયાલો હોય છે, એટલે કે જે કંઈ દુઃખરૂપ છે તેના પ્રત્યે તેઓનું ધ્યાન જ્યારે ખેંચાતું હોય, ત્યારે તેમને દુઃખ લાગે, અને (વધારામાં) તેઓ એમ માને કે જે દુઃખ તેઓ અનુભવે છે તે ખરું છે, (૫૮૫) અને તેવી જ રીતે દુઃખથી દૂર જે મધ્યસ્થ કે વચગાળાની સ્થિતિ છે તે તરફ જતાં તેઓ દઢતાપૂર્વક એમ માને કે સુખ અથવા તૃપ્તિની પરાકાષ્ટા સુધી તેઓ પહોંચી ગયા છે–તો શું તમને નવાઈ લાગશે ? સુખ શું એ જેઓ જાણતા નથી અને કાળાને સફેદ રંગની સાથે નહિ પણ ભૂરા રંગની સાથે વિરોધ દેખાડવામાં આવે તેમ થોડી વાર પહેલાં જ દુ:ખ તથા દુ:ખના અભાવ વચ્ચેને વિરોધ દેખાડતા તેઓ– તો પૂછું છું કે શું તમને આનાથી નવાઈ લાગશે?
ખરેખર નહિ જ; એનાથી ઊલટું બને તો મને નવાઈ લાગે.
વિષય પરત્વે તમે આ રીતે જુઓ –ભૂખ, તરસ અને (૨) એવાં બીજાં શરીરમાં (અમુક વસ્તુના) અભાવરૂપે રહેલાં છે.
હા. અને અજ્ઞાન તથા મુખઈ આત્મામાં રહેલા અભાવ છે ! અને ખોરાક તથા વિવેક અનુક્રમે એ બંનેના સંતેષનાં કારણે છે ? જરૂર.
અને જે વસ્તુમાં અસ્તિત્વને અંશ એ છે હેય તે દ્વારા મળેલા સંતોષના કરતાં, અસ્તિત્વના વધારે અંશવાળી વસ્તુ દ્વારા મળેલે સંતોષ વધારે સાચ્ચે ખરે કે નહિ?
વધારે અંશવાળી વસ્તુ દ્વારા મળેલો સંતોષ વધારે સાચ્ચે એ સ્પષ્ટ છે. *
તમારા અભિપ્રાય પ્રમાણે કઈ જાતની વસ્તુઓમાં શુદ્ધ અસ્તિત્વના અંશે વધારે પ્રમાણમાં રહેલા હોય છે – ખાદ્ય પદાર્થો અને તેની પેટા
* એટલે કે શારીરિક સુખોને સદસની સાથે સંબંધ હોય છે, જ્યાર શુદ્ધ બુદ્ધિના વ્યાપારનો આનંદ. સની સાથે સંબંધ ધરાવે છે,
૩૨