________________
પરિચછેદ જ
તે પણ જે સુખોની સંખ્યા મોટી છે, અને જે જલદ છે તથા શરીર દ્વારા જે આત્મા સુધી પહોંચે છે, તે સામાન્ય રીતે આ જાતનાં હોય છે–દુખમાંથી મળેલી વિશ્રાંતિ જેવાં !
એ ખરું છે.
અને ભવિષ્યનાં સુખ અને દુઃખની અપેક્ષા પણ આ જ જાતની છે, ખરું ને ?
હા. () એનું એક ઉદાહરણ આપું ? ભલે.
મેં કહ્યું કુદરતમાં કોઈ ઊંચે, નીચે અને વચલે એવા પ્રદેશ હોય છે એટલું તમે માન્ય કરવા દેશો ?
ભલે.
અને જે કઈ માણસ નીચેના પ્રદેશમાંથી વચલા પ્રદેશ પર જતે હોય, તે પોતે ઊંચે ચડે છે એમ શું એને નહિં લાગે, અને જે વચલા પ્રદેશમાં છે, એણે જે ખરેખર ઉચ્ચતર પ્રદેશ નહિ જોયો હોય, તો એ જ્યારે પેલા માણસને ઉપર ચડતાં જોશે, ત્યારે પોતે તો ક્યારને ઉચ્ચતર પ્રદેશમાં જ વસે છે એમ શું એને નહિ લાગે ?
તેણે કહ્યું: અચૂક, એ બીજી રીતે વિચાર જ કયાંથી કરી શકશે ?
() પણ જે એને પાછો (ઉચ્ચતર પ્રદેશમાં) લઈ જવામાં આવે, તે એને સમજાશે અને ખરેખર સમજાશે કે પોતે તે નીચે હતા. –ખરું ને ? નિશંક.
ખરેખર ઊંચ, અને વચલા અને નીચા પ્રદેશના અજ્ઞાનને લીધે જ આ બધું ઉપસ્થિત થાય છે,
હા.
ત્યારે જે લેકને સત્યને અનુભવ હતો નથી, તેવામાં જેમ બીજી ઘણી વસ્તુઓ વિશે બેટા ખયાલ રહેલા હોય છે, તેમ સુખ