________________
પરિચછેદ ૯
અને લેકે તીવ્ર વેદનાથી પીડાતા હોય છે, ત્યારે તમે એમને બોલતાં સાંભળ્યા હશે કે પોતાના દુઃખમાંથી મુક્ત થવા કરતાં બીજા કક્ષામાં વધારે સુખ નથી કે
અને બીજી કેટલીયે જાતનાં દુઃખો હોય છે કે જેમાંથી માત્ર આરામ મળે તથા દુઃખનો અંત આવે અને તેમાં કંઈ પણ વાસ્તવિક સુખાસ્વાદ ન હોય, તો પણ જાણે એ મેટું સુખ હોય એ રીતે લોકો એની પ્રશંસા કરે છે.
તેણે કહ્યું: હા, એ વખતે તેમને સુખ લાગે છે, અને આરામ (સ્થિરતા) મળે એટલાથી જ ઠીક ઠીક સંતોષ માને છે.
(૬) વળી જ્યારે સુખને અંત આવે, ત્યારે એ પ્રકારની સ્થિરતા કે અંત દુઃખરૂપ લાગશે ?
તેણે કહ્યું નિઃશંક. ત્યારે જે મધ્યસ્થ સ્થિતિ છે તે સુખ તેમ જ દુઃખરૂપ ભાસશે ? એમ લાગે છે ખરું. પણ જે બેમાંની એકે નથી તે બંને હોઈ શકે ખરી ? એમ કહી ન શકાય. અને સુખ તથા દુ;ખ બંને આત્માની ગતિ છે, કેમ છે ને?
હા.
(૫૮૪) અને જે બેમાંની એકે નથી તે હમણું જ સાબીત થયું તેમ આરામ કે “સ્થિતિ છે અને ગતિ નથી, તથા એ બંનેની મધ્યમાં છે?
+ સુખ અને દુઃખનું સંવેદન એકી સાથે થઈ શકે નહિ--એ ચર્ચા ફડે'માં કરી છે: The Pinciple of In-co-presentability of pleasure and pain,'
* Rest એટલે આરામ કે સ્થિતિ. સુખ તેમજ દુઃખ આત્માની ગતિરૂપ માનેલાં છે, Pleasure is “K in e s i s'.
* The Criterion is that of Non-contradiction.