________________
૫૮૩
૪૯
તેણે કહ્યુંઃ સાવ સાચું.
(ચ) ત્યારે યુદ્ધમાં ધર્મિષ્ઠ માણસે અધર્મીતે એક પછી એક એમ એ વાર ઉથલાવી પાડયો છે; અને હવે ત્રીજી પરીક્ષા આવે છે, અને એ પરીક્ષા આપણા તારણહાર, ઓલિમ્પિયાના ઝયુસને અર્પણ કરીશુંઃ ઋષિવાણી ધીમેથી મને કહે છે કે વિવેકના સુખ સિવાય બીજું કાઈ સુખ સાચું અને શુદ્ધ નથી—ખીજાં બધાં માત્ર પડછાયા જેવાં છે; અને આ હાર સૌથી વધારે નિર્ણાયક ગણાશે, ખરું ને?
હા, સૌથી મેાટી; પણ તમે જરા વધારે સ્ફુટ કરશો ?
(F) હું વિષયનું વિગતવાર નિરૂપણું કરીશ, અને તમે મારા પ્રશ્નોના જવાબ આપજો
ચ-લા-એ.
ત્યારે કહા, શું સુખ દુઃખનું વિરોધી નથી ?
ખરું.
અને મધ્યસ્થ સ્થિતિ એક એવી છે, જ્યાં સુખ કે દુઃખ કશું નથી ?+
છે.
જે સ્થિતિ મધ્યસ્થ છે, અને બંનેની અપેક્ષાએ જેને આપણે આત્માની અમુક પ્રકારની વિશ્રાંતિ કહી શકીએ--તમે એમ જ કહેવા માગેા છે. ખરું ને ?
હા.
લેાકેા માંદા પડે છે ત્યારે શું કહે છે એ તેા તમને યાદ હશે ? કેમ શું કહે છે?
કે પહેલું સુખ તે જાતે નર્યાં. પણ ત્યારે માંદા પડ્યા પછી જ એમને ભાન થયું કે બધાં સુખા કરતાં આ મુખ સૌથી (૩) માટું છે.
તેણે કહ્યું: હા મને ખબર છે.
* મુદ્દો ૬, સુખ દુઃખનું સ્વરૂપ તથા એ ખનેનેા ઇષ્ટની સાથેના સંબંધ.
6
+ The hedonistic zero