________________
४८९
પરિછેદ છે
કરે છે, અને બીજા કોઈને પણ હોય એના કરતાં એની જરૂરિયાત પણ વધારે હોય છે. અને એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જે તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ય રહેલું છે; આખી જીંદગીભર એને ભય લાગ્યા જ કરે છે, અને જે રાજ્યની સાથે એને સરખાપણું છે તે રાજ્યની માફક એ પણ અનેક વિક્ષેપોથી ભરેલું હોય છે અને એને તાણ આવતી હોય છે. અને એ બે વચ્ચે સામ્ય તે અચૂક છે જ ?
તેણે કહ્યું: સાવ સાચું.
(૫૮૦) વળી આપણે અગાઉ કહેતા હતા તેમ સત્તા મળવાથી એ ઉલટ વધારે દુષ્ટ થાય છે. પહેલાં હતો તેના કરતાં એ વધારે ઈર્ષ્યાળુ, વધારે વિશ્વાસઘાતી, વધારે અધમ, વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ; દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે, અને એની સામગ્રી પણ પૂરી પાડે છે, અને પરિણામ એ આવે છે કે એ પરમ દુઃખી થાય છે તથા એ બીજાં બધાંને પોતાના જેટલાં જ દુઃખી કરે છે.
કોઈ પણ સમજુ માણસ તમારા શબ્દો સામે ઝઘડો નહિ કરે.
મેં કહ્યું ત્યારે અહીં આવો,* અને નાટયકલાની હરીફાઈઓમાં જેમ મધ્યસ્થ પરીક્ષક (૨) જાહેર કરે છે તેમ, તમે પણ તમારે નિર્ણય જણ કે સુખની પંક્તિમાં કાણું પહેલે છે અને કોણ બીજો છે; તથા બીજા કયા અનુક્રમમાં આવે છે. કુલ તેઓ પાંચ જણ છે–રાજવી, શિષ્ટશાસનવાદી, મૂડીવાદી, પ્રજાસત્તાવાદી અને જુલમી.
તેણે જવાબ આપ્યોઃ નિર્ણય સહેલાઈથી બાંધી શકાશે; ગાયકગણુ તરીકે તેઓ રંગભૂમિ પર આવશે, અને સગુણ તથા દુર્ગુણ, સુખ તથા દુઃખના ધોરણ અનુસાર+ તેઓ જે ક્રમમાં દાખલ થાય તે પરથી મારે એમને ન્યાય કરવાને છે.
* મુદ્દો ૪. ધર્મ અને અધર્મ વચ્ચેના ઝઘડાનો છેવટનો ચૂકાદો. + ઉપર જુઓ પહ૬ વ.