________________
૫૮૧
“વિવેકાભિલાષી” “જ્ઞાનાનુરાગી' આત્માના એ અંશને એવાં વિશેષણો આપણે યોગ્ય રીતે લાગુ પાડી શકીએ ?
અવશ્ય.
અમુક જાતના માણસેના આત્મામાં એક તત્વ પ્રધાનપદે હોય () બીજામાં બીજું-–એમ બની શકે ખરું?
હા.
ત્યારે વિષે ના પ્રેમી, માનના ભૂખ્યા, નફાના લેભી–એવા માણસોના ત્રણ વર્ગો હેય છે એટલાને સ્વીકાર કરીને આપણે શરૂ કરીએ તો ?
બરાબર એમ જ.
અને એ ત્રણેના જે ભિન્ન ભિન્ન વિષયે છે એવાં ત્રણ જાતનાં સુખ પણ છે ?
સાવ સાચું.
હવે જો તમે ત્રણે જાતનાં માણસોને તપાસી જુઓ, અને એમાંનું કયું જીવન સૌથી વધારે સુખી છે એમ એમને વારાફરતી પૂછી જુઓ તો જણાઈ આવશે કે દરેક પિતાના જીવનનાં વખાણ કરે છે અને બીજાનાં (૯) જીવનને હલકું ગણે છે; કીર્તિ તથા જ્ઞાન જે પિતાની પાછળ નગદ સેના રૂપાના લાભ સાથે પૈસે ન લાવે, તો પૈસા કમાનાર એ બંનેની નિરર્થકતા સામે પોતાના આદર્શને સરખાવશે ખરું ને ?
તેણે કહ્યું: ખરું.
અને માનના ભૂખ્યા–એને અભિપ્રાય કેવો હશે ? એ શું એમ વિચાર નહિ કરે કે પૈસાનાં સુખ શુદ્ર છે, જ્યારે જ્ઞાનનાં સુખની પાછળ જે કંઈ કીર્તિ ન આવે તે એને મન એ તદ્દન અવાસ્તવિક તથા અર્થહીન લાગશે?
સાવ સાચું.
મેં કહ્યું; અને (ફિલસૂફ વિશે) આપણે એમ જ ધારવાનું ને –(૪) કે સત્યને જાણવાના વ્યવસાયમાં મગ્ન રહેતો, સદા જ્ઞાન પ્રાપ્ત