________________
૪૮૮
પરિછેદ ૯
તેણે કહ્યું એટલે ?
આપણે પૂર્વે કહેલું તેમ, એક તત્ત્વની મદદથી માણસ શીખે છે, બીજા તત્ત્વ દ્વારા એ ગુસ્સે થાય છે; ત્રીજું (૬) બહુરૂપી છે તેથી એનું કોઈ એક વિશિષ્ટ નામ નથી, પણ ખાવાપીવાની તથા બીજી વિષયવાસનાઓ એનાં મુખ્ય અંગ છે. તે બધાંની ઈચ્છાઓનું અસાધારણ બળ અને વેગ જોતાં એને આપણે સામાન્ય રીતે કામનું (૫૮૧) નામ આપી શકીએ; એમાં લેભાને પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે પૈસાની મદદથી જ એવી ઈચ્છાઓને ઘણે ભાગે સંતોષી શકાય છે.
તેણે કહ્યું એ ખરું છે.
આ ત્રીજા અંશનાં આકર્ષણ અને સુખને બાહ્ય નફાની સાથે જ સંબંધ રહે છે એમ જે આપણે કહીએ, તો ( ભિન્ન ભિન્ન લાગતી વિગતોને) આપણે એક જ ખયાલ નીચે લાવી શકીશું; અને આત્માને એ અંશ નફા કે પૈસાને ચાહે છે એ રીતનું સાવ સાચું તથા બુદ્ધિને ગળે ઊતરે એવું એનું વર્ણન આપી શકીશું.
હું તમારી સાથે સંમત થાઉં છું.
વળી પ્રાણનું તત્ત્વ શું સશે શાસન કરવા તથા વિજય અને કીર્તિ મેળવવા તત્પર નથી હતું ?
(4) હોય છે.
ધારે કે આપણે એને લડાયક કે મહત્ત્વાકાંક્ષી અંશ એવું નામ આપીએ એ નામ એને ગ્ય છે ને ?
બહુ જ યોગ્ય.
બીજી બાજુ, દરેકને ખબર છે કે જ્ઞાનનું તત્વ સર્વાશ સત્યાભિમુખ જ છે, અને લાભ કે કીર્તિ માટે બીજાં બે તત્તના કરતાં એને ઘણી જ ઓછી દરકાર છે.
ઘણું જ ઓછી.
* 'Epitbu mi a' in the narrower sepse