________________
૫૭૦
૪૮૫
આત્મા વિલાસી તથા લોભી છે, અને છતાં એકલે અટૂલે, નગરરાજ્યનાં તમામ માણસ ગમે ત્યાં જાય, તો પણ બીજા સ્વતંત્ર પુરવાસીઓ જે બીજી વસ્તુઓ જોવાની ઈચ્છા કરે છે તે જોવાનું કે મુસાફરીએ જવાનું એને મળતું નથી, પણ ઘરમાં જનાનખાનામાં રહેતા બૈરાંની જેમ એને પોતાના દરની અંદર ગોંધાઈ રહેવું પડે છે, અને જે કોઈ બીજે પુરવાસી પરદેશ (%) જાય અને રસ પડે એવું કંઈ જોઈ આવે, તો તેવાની એને અદેખાઈ આવે છે !
તેણે કહ્યુંઃ સાવ સાચું.
આ જાતનાં અનિષ્ટોની વચ્ચે, જેની પોતાની અંદર અંધાધૂંધી ચાલી રહી છે તે–એટલે કે જુલમગાર વ્યક્તિ એ મારો ભાવાર્થ છે – જેને વિશે તમે હમણાં જ એવા નિર્ણય પર આવ્યા છે કે એ સર્વના કરતાં વધારે દુઃખી છે–એવાને જ્યારે ખાનગી જીવન ગાળવાને બદલે નસીબ જોગે જાહેરમાં જુલમગાર થવાની ફરજ પડે, ત્યારે શું તે આથી પણ વધારે દુઃખી નહિ થાય ? એ પોતે જ્યાં પિતાની જાતને કાબુમાં રાખી શકતો નથી, ત્યાં એના પર બીજાઓને કાબુમાં રાખવાની ફરજ આવી પડે છે. કોઈ રેગિષ્ટ કે પક્ષાઘાત થયેલા માણસને (૬) નિવૃત્તિમાં નહિ પણ બીજા માણસો સાથે લડતાં ઝઘડતાં પિતાનું જીવન ગાળવાની ફરજ પડે એવો એ છે.
તેણે કહ્યું: હા, સરખામણી બરાબર બંધબેસતી છે.
એ શું સશે દુઃખી નથી ? અને જેની અંદગી વિશે તમે એ નિર્ણય બાંધ્યું કે એ સૌથી વધારે અધમ છે એના કરતાં પણ ખરેખરા જુલમગારનું જીવન શું (એનાથી પણ) વધારે અધમ નથી ?
અવશ્ય.
લેકે પછી ભલે ગમે તેમ માને, તે પણ જે ખરેખર જુલમગાર છે એ જ ખરેખર ગુલામ છે, અને એને સૌથી વધારે ગુલામી તથા ખોટાં વખાણું અને દુષ્ટમાં (૩) દુષ્ટ માણસોની ખુશામત કરવી પડે છે. પોતે સંતોષવાને તદ્દન અશક્ત હોય એવી ઇચ્છાઓ એને થયા