________________
૪૮૧
તેણે કહ્યું. બીજું એક નગરરાજ્ય એનાથી વધારે પૂરેપુરું પરતંત્ર ન હોઈ શકે.
અને છતાં તમે જુઓ છે કે એવા રાજ્યમાં સ્વતંત્ર માણસે તેમ જ શેઠિયાઓ પણ હોઈ શકે છે ખરું ને?
તેણે કહ્યું; હા, હું જોઈ શકું છું કે હોય છે–પણ થોડીક જ; પણ સામાન્ય દષ્ટિએ કહીએ તો લંકાનું અને તેમાંના સૌથી શ્રેષ્ઠનું અત્યંત અધ:પતન થયેલું હોય છે, તથા તેઓ ગુલામ બની ગયા હોય છે.
() કહ્યું. ત્યારે જે વ્યક્તિ પણ રાજ્યના જેવી જ હેય તે શું એ ને એ નિયમ ત્યાં લાગુ પડવો ન જોઈએ ? એને આમાં નીચતા અને ક્ષુદ્રતાથી ભરપૂર હોય છે–સર્વશ્રેષ્ઠ તો ગુલામ બની ગયાં હોય છે : અને શાસન કરનાર એક નવો અંશ, તેમાં તે સૌથી વધારે ધેલછા ભરેલી હોય છે, અને એ વળી અધમમાં અધમ હોય છે.
અવશ્ય.
અને એવા માણસને આત્મા તે સ્વતંત્ર માણસને આત્મા કે પછી ગુલામને છે તે વિશે તમે શું કહેશે?
મને પૂછો તો એમ કહું કે એનામાં ગુલામને આત્મા છે.
અને જે રાજ્યને જુલમગારે ગુલામ બનાવી દીધું છે, તે રાજ્ય સ્વેચ્છાએ કશું કરવા તદ્દન અશક્ત છે, ખરું ને !
તદ્દન અશક્ત.
(૬) અને જુલમગારની અંદર જે આત્મા રહેલે છે (સમસ્ત આત્મા વિશે હું અહીં બેલું છું) તેનામાં પોતાની જે કંઈ ઈચ્છા હોય તે પ્રમાણે આચરવાની ઓછામાં ઓછી શક્તિ હોય છે; એને કોઈ ને કેઈ બગા કરડતી જ હોય છે તથા તેનામાં કલેશ અને પશ્ચાત્તાપ ભરેલાં જ રહે, ખરું ને?
૩૧