________________
५७
પ્રજાસત્તાવાદી માણસ પ્રજાસત્તાક રાજ્ય છે ? અને બીજાઓનું પણ શું એ પ્રમાણે નહિ?
જરૂર.
અને સદ્ગણ અને સુખના દષ્ટિબિંદુએ રાજ્ય રાજ્ય વચ્ચે જેવો સંબંધ છે, તે જ શું ( ભિન્નભિન્ન રાજવ્યવસ્થામાં રહેતી) વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ નથી ?
(૪) અવશ્ય એવો જ.
ત્યારે એક જ રજાના છત્ર નીચે હતું તેવું આપણું અસલ (આદર્શ) નગરરાજ્ય તથા જુલમગારના નીચેના નગરરાજ્ય વચ્ચે આપણે સરખામણું કરીએ, તે સદ્દગુણુના દષ્ટિબિંદુએ એમની વચ્ચે કેવો સંબંધ છે ?
તેણે કહ્યું. તેઓ સામસામે છેડે છે, કારણ એક સર્વથી શ્રેષ્ઠ છે, અને બીજું અધમમાં અધમ છે. ' કહ્યું કયું કયાં છે એ વિશે ભૂલથાપમાં પડાય એમ નથી, અને તે એમનાં સાપેક્ષ સુખ તથા દુખ વિશે પણ તમે એવો નિર્ણય બાંધે કે નહિ તે વિશે હું તમને હાલ તરત પ્રશ્ન પૂછું છું. અને જુલમગાર પોતે તો માત્ર એક જ છે. તથા એની આજુબાજુ કદાચ (બહુ બહુ તો થોડા ભાડુતી સિપાઇઓ હશે તેથી એને જોઈને આપણે કંઈ ભડકી જવાનું નથી; કારણ આપણે ગામને દરેક ખૂણેખાંચરે જવું જોઈશે અને આજુબાજુ બધું જોવું જોઈશે, (૬) અને પછી જ આપણે આપણો અભિપ્રાય આપીશું.
તેણે જવાબ આપેઃ સુન્દર આમંત્રણ અને દરેકે જે રીતે જેવું જોઈએ તે પ્રમાણે હું પણ જોઈ શકું છું કે જુલમી રાજ્યવ્યવસ્થા કંગાળમાં કંગાળ પ્રકારની છે, અને એક રાજાનું શાસન સુખીમાં સુખી છે.
અને વ્યક્તિઓની કીંમત આંકવામાં પણ શું હું (૫૭૭) સરલતાથી એવી જ વિનંતી ન કરી શકું, જેનું મન મનુષ્યસ્વભાવની