________________
૫૫
વધી પડે છે, અને લોકોને મદાંધપણાની મદદથી જ્યારે એમને એમના થળનું ભાન થાય છે, ત્યારે જેના પોતાના આત્મામાં જુલમગારને અંશ સૌથી વધારે પ્રમાણમાં હોય તેવાને તેઓ પોતાનામાંથી ચૂંટી કાવે છે, (૩) અને એને પોતાના જુલમગાર તરીકે નવાજે છે.
તેણે કહ્યું: હા અને એનામાં જુલમગાર થવાની લાયકાત સૌથી વધારે હશે.
જે લેકે નમતું આપે તો ઠીક અને તો બધાં સારાં વાનાં થાય; પણ જે તેઓ એની સામે થાય તે જેમ તેણે પિતાનાં મા અને પાપને મારવાથી શરૂઆત કરી હતી, તેમ હવે જે એનામાં સત્તા અને શક્તિ હશે તો એ તેમને ફટકાવશે, તથા જે ભાડૂતી જુવાનિયાઓને એમના શેઠ અને શાસનકર્તા બનાવવા એ લઈ આવ્યો છે, તેમના અધિકાર નીચે, ક્રીટન લેકે કહે છે તેમ, એ પોતાની વહાલી વૃદ્ધ પિતૃભૂમિ તથા માતૃભૂમિને રાખશે. એની વાસનાઓ તથા ઇચ્છાઓનું પરિણામ આવું આવે છે.
(૩) એમ જ.
જ્યારે આવા લેકે માત્ર વ્યક્તિગત ખાનગી જીવન ગુજારતા 'હાય તથા એમના હાથમાં હજી સત્તા આવી ન હોય ત્યારે તેમનું ચારિત્ર્ય આ પ્રકારનું હોય છે, તેમના પોતાના ખુશામતિયાએ અથવા એમનાં હથિયાર થવાને જેઓ તૈયાર હોય, તેવાઓની જ સાથે તેઓ હરહંમેશ સહવાસ રાખે છે; અથવા જે કોઈની પાસેથી તેમને કંઈ
ઈતું હોય, તો વખત આવ્યે તેમની સમક્ષ ઢળી પડવાને તેઓ એટલા જ તૈયાર હોય છે. તથા એમને માટે (પ૭૬) પોતાને દરેક પ્રકારની પ્રેમની લાગણી છે એમ તેઓ જાહેર કરે છે, પણ પિતાને સ્વાર્થ સરે એટલે જાણે એમને જરા ઓળખતાય નથી.
હા, ખરેખર. તેઓ હરહંમેશ કાં તો કેઈના શેઠ અથવા નેકર જ થઈ રહે છે,