________________
૪૭૮
પરિચ્છેદ ૯ કોઈને મિત્ર તો નહિ જ; જુલમગારે ખરેખરી સ્વતંત્રતા કે મિત્રાચારી કદી અનુભવી શકતા નથી.
અવશ્ય નહિ જ. અને એવા માણસને શું ખરેખર હરામી ન કહી શકાય? એ બાબત પ્રશ્ન જ ન હોઈ શકે,
(૨) ધર્મ વિશેને આપણો ખયાલ ખરે હોય, તો તેઓ તદ્દન અધમ પણ છે, ખરું ?
તેણે કહ્યું હતું, અને એમ કહેવામાં આપણે તદ્દન ખરા છીએ.
મેં કહ્યું? દુષ્ટમાં દુષ્ટ માણસના ચારિત્ર્યને આપણે એક જ શબ્દમાં પતાવીશું; આપણને જેને માત્ર સ્વપ્નમાં ખયાલ આવે તે તે જીવતો જાગતો હોય છે!
સૌથી સાચું.
અને સ્વભાવથી જ જેનામાં જુલમગારને અંશ સૌથી વધારે પ્રમાણમાં છે તે શાસનકર્તા તે આ છે, અને એ જેટલું વધારે જીવે છે તેટલે એ વધારે જુલમગાર થાય છે.
જવાબ આપવાને વારે પોતે લઈ લઈને, ગ્લાઉને કહ્યું: અવશ્ય એમ જ છે.
અને જે દુષ્ટમાં દુષ્ટ છે એમ આપણે સાબીત કર્યું છે, તે શું સૌથી વધારે દુઃખી પણ નહિ હોય? (૬) અને જેણે સૌથી વધારે વખત તથા અત્યંત જુલમ ગુજાર્યો હશે, તે શું સદા સર્વદા અને ખરેખર દુઃખી નહિ; –સામાન્ય જ સમાજ આવા અભિપ્રાયને ન હોય તે પણ *
તેણે કહ્યુંઃ હા અચૂક.
અને જુલમગાર શું જુલમી રાજ્યના જેવો નહિ હોય, તથા * મુદ્દો ૩. સુખી કોણ? આ આખી ચર્ચા દરમિયાન વ્યક્તિના આંતરિક જીવન પર ભાર મૂકવામાં આવ્યા છે.