________________
૫૭
કહ્યું એની પ્રગતિને બીજે પગથીએ, હું એવી કલ્પના કરું છું કે મિજબાનીઓ, ઉત્સ, દારુની મટી જ્યાફતો તથા ગણિકાએ અને એ જાતની બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવશે; એને અંદરના મંદિરનો સ્વામી (પાવી) પ્રેમ છે, અને એના આત્માના તમામ વ્યાપારે બાબત એ હુકમો આપે છે.
એમ જ બને.
હા, અને દરેક દિવસે તથા દરેક રાતે સંખ્યાબંધ ઘેર ઈચ્છાઓ અવનવી ઊગે છે અને તેની માગણીઓ અસંખ્ય હોય છે.
તેણે કહ્યું ખરેખર એમ છે જ,
આવક જેવું એને કંઈ રહ્યું હોય તો એની તમામ આવક–ડી વારમાં જ ખર્ચાઈ જાય છે;
ખરું.
(૬) ત્યાર પછી દેવાં થાય છે, અને એની માલમતા ઓછી થતી જાય છે.
અલબત્ત,
જ્યારે એની પાસે કશું ન રહે, ત્યારે માળામાં ઉભરાતાં કાળા કાગડાનાં બચ્ચાંની જેમ એની ઈચ્છાઓ પણ ખાવા માટે શું બરાડા નહિ પાડે; અને એનાથી (પ૭૪) તથા ખાસ તે એ (ઈચ્છાઓ)ના કપ્તાન સમા (પાશવી) પ્રેમથી પ્રેરાઈને એ ગાંડોતૂર બની જાય છે, અને એવું બને છે તે પિતાની ઇચ્છાઓ સંતોષવાની ખાતર એ જરૂર કોનાં માલમિલકત લૂંટી શકાય એમ છે અથવા કોને છેતરી શકાય એમ છે એ શોધી કાઢશે, ખરું ને?
હા, એમ અવશ્ય બને જ.
જે એને ભયંકર દુઃખો તથા યાતનામાંથી બચવું હોય તે ગમે તે પ્રકારે એણે પૈસા મેળવવા જ જોઈએ.
મેળવવા જ જોઈએ.