________________
૧૨
૪૫૧
તેણે કહ્યુઃ તદ્દન ખરુ
ત્યારે મારા મિત્ર કહા જોઉ –જુલમી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?—પ્રજાસત્તાવાદના મૂળમાંથી એ નીકળે છે એટલું તે સ્પષ્ટ છે. એ સ્પષ્ટ છે.
અને મૂડીવાદી રાજ્યમાંથી જે રીતે પ્રજાસત્તાક રાજ્ય નીળી આવે છે (વ) એવી જ રીતે શું પ્રજાસત્તાક રાજ્યમાંથી જુલમી રાજ્ય નથી નીકળી આવતું—એટલે કે લગભગ એવી રીતે?
કેવી રીતે?
ધનનેા અતિરેક—એ મૂડીવાદી રાજ્યેષ્ટ તરીકે સ્વીકાર્યં હતું અને એને લીધે એ ટકી રહેતું હતું—હું ખરું કહું છું ને?
હા.
અને ધનની અતિક્ષુબ્ધચ્છા તથા પૈસા મેળવવાની ખાતર બીજી બધી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી જ વળી મૂડીવાદી રાજ્યના નાશનું કારણ હતું ?
ખરું.
અને પ્રજાસત્તાક રાજ્યને પણ પાતાનું વિશિષ્ટ ઇષ્ટ છે, જેની અતાપણીય ઈચ્છાને લીધે એના ઉચ્છેદ થાય છે?
એ ઇષ્ટ કર્યું?
મેં જવાબ આપ્યાઃ જે સ્વાતંત્ર્ય, પ્રજાસત્તાક રાજ્યમાં તે તમને જણાવે છે તે પ્રમાણે, (૪) રાજ્યની કીતિપ્રદ વિશિષ્ટતા છે! અને આને જ લઈ ને કુદરતી અવસ્થામાં જેવા સ્વતંત્ર માણસ મળી આવે તેવા સ્વતંત્ર માણસ માત્ર પ્રજાસત્તાક રાજ્યમાં જ વસવાના અનુગ્રહ કરશે.
હા, દરેકના મેાંમાંથી આ ઉક્તિ સાંભળીએ છીએ.
હું એમ કહેવા જતા હતા કે બીજી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી
× કુદરતી અવસ્થા એટલે જંગલી અવસ્થા ઃ જીએ ઉપર કુદરત અને સ્વભાવ માટે રૃ. ૧૭૫-ક : ૪૧૫-૬ વ, તથા ફૂટનોટ અને પૃ.૨૦૦ ઉપરની કુટનેટ,