________________
૫૬૮
૪૬૫ પરંતુ આપણે ત્યાં ન આવતાં તેઓ બીજાં નગરરાજ્યોમાં જશે અને ત્યાં ટોળાંઓને આકર્ષશે તથા રૂપાળા, મોટા અવાજવાળા અને ફોસલાવીને સમજાવી શકે તેવા માણસને ભાડે રાખશે, તથા નગરરાજ્યોને જુલમમાં અને પ્રજાસત્તાવાદમાં ઘસડી જશે!
સાવ સાચું.
વળી આ બદલ તેમને પૈસા આપવામાં આવે છે, અને તેમને ભાન પણ મળે છે–જુલમગારે પાસેથી જેની આશા રાખી શકાય તેવું અધિકમાં અધિક માન અને પ્રજાસત્તાક રાજ્યો પાસેથી જે વધારેમાં વધારે માન મળી શકે તેના કરતાં જરા એાછું મળે છે; પરંતુ (૪) આપણી બંધારણગિરિમાળા ઉપર તેઓ જેમ જેમ ઊંચે ચડતા જાય છે, તેમ તેમ તેમની પ્રષ્ટિ ઝાંખી પડતી જાય છે, અને હાંક ચડવાને લીધે તે આગળ વધવાને અશક્ત હોય એમ દેખાય છે!
ખરું.
પણ આ તે વિષયાંતર થઈ ગયું; આથી આપણે પાછા વિષય પર આવીને પ્રશ્ન કરીશું કે પોતાના સુંદર અને સંખ્યાબંધ, ચિત્રવિચિત્ર અને હરહંમેશ બદલાતા સૈન્યને જુલમગાર કેવી રીતે નિભાવ કરતો હશે.
તેણે કહ્યું નગરરાજ્યમાં જે દેવવ્યના પવિત્ર ભંડારે હશે, તે તે જપ્ત કરીને એ ખર્ચવા માંડશે; અને માણસેની માલમિલકત જપ્ત કરવામાં આવી હોય તેટલા પૂરતા, જે કરે તેને લોકો ઉપર નાંખવા પડ્યા હોય તેને તે ઓછા કરી શકે છે.
(૬) અને આ ખૂટી પડે ત્યાર પછી?
તેણે કહ્યું કેમ, ત્યાર પછી એ અને એના જીગરજાન દોસ્તો, પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી, પણ એમને નિભાવ એના બાપની જાગીરમાંથી કરવામાં આવશે એ સ્પષ્ટ જ છે.