________________
પરિછેદ ૯ (૫૭૧) સૌથી છેવટે જુલમગાર માણસ આવે છે, પ્રજાસત્તાવાદી માણસમાંથી એ કઈ રીતે ઉતરી આવે છે, એવો એને વિશે આપણે ફરી પ્રશ્ન કરવાને છે. અને એ કઈ રીતે રહે છે, સુખી કે દુઃખી ?
તેણે કહ્યુંહા, માત્ર એ જ એક બાકી રહ્યો છે.
મેં કહ્યું. પણ આની પહેલાંના એક પ્રશ્નનો ઉત્તર હજી આપવાનો રહી જાય છે.
ક પ્રશ્ન ?
ઈચ્છાઓના કેટલા પ્રકાર છે અને એની સંખ્યા કેટલી છે એ આપણે પૂરતી રીતે નક્કી કર્યું હોય એમ મને લાગતું નથી, અને એ
જ્યાં સુધી ન કર્યું હોય ત્યાં સુધી (4) આપણા અન્વેષણમાં હંમેશાં ગોટાળે રહ્યા કરશે.*
તેણે કહ્યું: વારુ, એ ભૂલચૂક સુધારી લેવી હોય તે કંઈ બહુ મેવું થયું નથી. ' કહ્યું: સાવ સાચું અને મારે જે મુદ્દો સમજ છે તે
જરા જુઓઃ આવશ્યક સુખો તેમ જ ઇચ્છાઓમાંની કેટલીકને હું ગેરકાયદેસર ગણું છું; દરેક વ્યક્તિમાં એ હશે એમ દેખાય છે, પરંતુ કેટલાએકમાં કાયદાઓ અને તર્કબુદ્ધિ દ્વારા એનું નિયમન થતું હોય છે. અને એના ઉપર વધારે સારી ઈચ્છાઓનું પ્રાબલ્ય રહેલું હોય છે – તેમને કાં તે સર્વીશે બહિષ્કાર કરવામાં આવે છે અથવા તે નિર્બળ બની જાય છે તથા ઓછી થઈ જાય છે, જ્યારે બીજા કેટલાએકની બાબતમાં તે બલવત્તર હોય છે, તથા () તેઓની સંખ્યા પણ મેટી હોય છે.
મુદ્દો ૧ આવશ્યક તથા અનાવશ્યક ઈચ્છાઓના પ્રકાર જુઓ ઉપર પરિ–૮–પૃ. ૪૪૩.