________________
૫૬૭
૪૬૭
ગુલામીની ઉલમાંથી બચવા (૪) લેાકેા ગુલામા પર ગુજારતા જુલમરૂપી ચૂલમાં પડે છે; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈ તે ગુલામીના સૌથી વધારે કટાર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે.
તેણે કહ્યું: ખરું.
વારુ; અને જુલમી રાજ્યના સ્વરૂપની તથા પ્રજાસત્તાક રાજ્યનું જુલમી રાજ્યમાં કેવી રીતે રૂપાંતર થાય છે તેની પૂરતી ચર્ચા કરી છે એમ કહીએ તા શું ખાટું છે?
તેણે કહ્યું: હા, તદ્દન પૂરતી.