________________
પરિછેદ ૯
પ્રાપ્ત કરે છે તથા વિચિત્ર અને ગેરકાયદેસર સ્વપ્નને તે () ભેગ થઈ પડે એ અસંભવિત બને છે.
હું તદ્દન સંમત થાઉં છું.
આ વાતમાં વિષયાંતર થઈ ગયું, પણ જે મુદ્દાની હું નોંધ લેવા માગું છું તે એ છે કે આપણે બધામાં, સારા માણસોમાં પણ, ઉછંખલ જંગલી–પાશવ સ્વભાવ રહેલું છે, જે નિદ્રામાં બહાર નીકળી આવે છે. હું ખરું કહું છું કે નહિ તથા તમે મારી સાથે સંમત થાઓ છે કે નહિ એનો કૃપા કરી વિચાર કરે.
હા, હું સંમત થાઉં છું.
અને પ્રજાસત્તાવાદી માણસના ચારિત્ર્યને યાદ કરે. (૪) યુવાવસ્થાની શરૂઆતથી લોભી માબાપની દેખરેખ નીચે એને ઉછેરવામાં આવ્યો હતો, અને તેમણે તેની (ધન) બચાવવાની ઈચ્છાઓને જ ઉત્તેજન આપ્યું હતું, પણ માત્ર ભા તથા ગમ્મત જેનો હેતુ હોય તેવી અનાવશ્યક ઇચ્છાઓને તો દાબી દેવામાં આવી હતી, એમ આપણે માન્યું હતું ખરું ?
ખરું.
અને ત્યાર પછી એ વધારે સુધરેલા ઉખલ લંકાની સોબતમાં પડી ગયે; અને એમની સ્વછંદી રીતેને સ્વીકાર કરીને, પોતાના પિતાની હલકાઈ પ્રત્યેના ધિક્કારને લીધે એ એનાથી વિરુદ્ધની કોટિ સુધી ધસી ગયો. છેવટે એના બગાડનારાઓના કરતાં તે એ વધારે સારે માણસ છે, તેથી બરાબર અધવચ આવે ત્યાં સુધી એ બંને બાજુએ ખેંચાયા કરે છે () અને પછી ક્ષુદ્ર તથા ગુલામી મનોવિકારનું નહિ પણ પોતે જેને જુદાં જુદાં સુખને સંયમથી સંતોષવાને માર્ગ ગણે છે, તે અનુસાર એ પોતાનું જીવન ગુજારે છે. મૂડીવાદી માણસ આ રીતે ઉત્પન્ન થાય છે, ખરું ને?
તેણે કહ્યું: હા, એના વિશેનું આપણું દષ્ટિબિંદુ એ હતું, અને હજી પણ એવું જ છે.