________________
૪૬૪
પરિછેદ ૮ મેં કહ્યું: આ જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ; એણે (પ૬૮) બીજાઓને મારી નાંખ્યા, અને પિતાના વિશ્વાસુ મિત્રો તરીકે આવાને સ્વીકારે છે !
તેણે કહ્યું. હા, એમની જાત બરાબર આવી જ હોય છે.
મેં કહ્યું: હા, અને એણે નવા પેદા કરેલા પુરવાસીઓ જે એની પ્રશંસા કરે છે, તથા જે એના સેબતીઓ છે તે આ રહ્યા,–જ્યારે સારા લોકે એને ધિકકારે છે અને એના સંગથી દૂર રહે છે.
અલબત્ત.
ત્યારે તે ખરેખર કરુણરસપ્રધાન નાટકમાં ભરપૂર વિવેક રહેલ છે, અને યુરીપીડીઝ કરુણરસપ્રધાન નાટકનો મહાન લેખક છે !
એમ કેમ? કેમ, કારણુ આવી અર્થગંભીર કહેવતને એ કર્તા છે –
(૩) “જુલમગારો વિવેકી છે, કારણ તેઓ વિવેકી સાથે રહે છે, અને જુલમગાર જેમને પોતાના સંબતીઓ તરીકે સ્વીકારે છે, તેઓ વિવેકી છે એવો તેને કહેવાને ભાવાર્થ હતો એ સ્પષ્ટ છે.
તેણે કહ્યું હતું, અને જુલમી રાજ્ય દૈવી હોય એ રીતે તેનાં એ વખાણ કરે છે; આ જાતની બીજી કેટલીયે બાબતે એ તથા બીજા કવિઓ કહે છે. ' કહ્યું અને તેથી કરુણરસપ્રધાન કવિઓ જુલમી રાજ્યના પ્રશંસકે છે એ કારણે, જે આપણે એમને આપણા રાજ્યમાં આવકાર ન આપીએ, તે આપણને તથા આપણી રીતે રહેનારા બીજાઓને તેઓ પોતે વિવેકી માણસો છે તો માફ કરશે જ એમ હું માનું છું.
(૪) તેણે કહ્યું: હા, જેમનામાં આટલું સમજવા જેટલી બુદ્ધિ હશે તેઓ નિશંક આપણને માફ કરશે.