________________
૪૬૨
પરિચ્છેદ ૮ એ કોઈ સારું બહાનું શોધી કાઢે છે અને આ બધાં કારણોને લીધે જુલમગારને હરહંમેશ કોઈને કોઈ લડાઈ ઊભી કરવી પડે છે.
એણે કરવી જ પડે. () પછી એ લેાકોમાં અપ્રિય થવા માંડે છે. એ આવશ્યક પરિણામ છે.
ત્યાર બાદ એને ઊભો કરવામાં જેમણે મદદ કરી હતી, અને જેમની પાસે હજી પણ થોડી ઘણી સત્તા રહેલી છે, તેમાંના કેટલાક એને પિતાને તથા આપ આપસમાં પોતાના અભિપ્રાય દર્શાવે છે, અને જેઓ વધારે બહાદુર હોય તેઓ જે બની રહ્યું છે તે માથામાં વાગે એવું ચેખે ચોખ્ખું કહે છે.
હા, એવી જ અપેક્ષા રાખી શકાય.
અને જે જુલમગારે રાજ્ય કરવું જ હોય, તો તેણે એમને નિકાલ કરી નાખવો જોઈએ, ડી પણ શક્તિવાળો કોઈ માણસ, શું પછી ભલે એ એનો મિત્ર હોય કે દુશ્મન હોય, પરંતુ એ જીવતે હોય ત્યાં સુધી એ જપી શકે જ નહિ.
જેપી ન શકે.
અને તેથી પિતાની આજુબાજુ કોણ શૂરવીર છે, કોણ (૪) ઉદારચરિત છે, કોણ વિવેકી છે, કોણ ધનવાન છે એ બાબત એને તપાસ રાખવી પડે છે. કેટલો સુખી માણસ-કારણ કે એ બધાને દુશ્મન છે, અને એની મરજી હોય કે ન હોય, તો પણ રાજ્યને રેચક્ર આપ્યાની જેમ એ બધાને સાફ ન કરી દે, ત્યાં સુધી એમના વિરુદ્ધને કોઈને કોઈ પ્રસંગ એને શોધી કાઢવો પડે છે.
તેણે કહ્યુંઃ હા, એ કેાઈ વીરલ પ્રકારનો કરે છે.
મેં કહ્યું: હા, વૈદ્યો શરીરને રેચ આપે છે એ પ્રકારનો એ નથી, કારણ તેઓ ખરાબ તત્તને કાઢી નાંખે છે, અને સારાને રાખે છે,
* Absolutely like the Communist or Hitler's purgos, liquidating individuals by killing them.