________________
પરિચ્છેદ ૮
કહ્યું છે તે પ્રમાણે ખરેખર એમની રખાતો અને કૂતરીઓ વચ્ચે કશે ફરક રહેતો નથી, અને સ્વતંત્ર પુરવાસીઓના હક તથા મહિમાની બબરી કરતા હોય તેમ ઘોડાંગધેડાં કૂચ કરતાં હરેફરે છે, અને એમને માટે રસ્તો મેકળો મૂકીને જે કંઈ ચાલે નહિ, તો જે કઈ હડફટમાં આવે તેની સામે તેઓ દોટ મૂકે છે; અને બધી વસ્તુઓ () આ રીતે સ્વતંત્રતાથી ફાટુંફાટું થઈ રહે છે.
તેણે કહ્યું. હું જ્યારે ગામ બહાર ફરવા જાઉં છું, ત્યારે તમે જેનું વર્ણન કરે છે એને મને ઘણી વાર અનુભવ થાય છે. તમને અને મને એક જ જાતનું સ્વપ્ન આવ્યું છે. ' કહ્યું. અને આ ઉપરાંત, આ બધાના પરિણામરૂપે પુરવાસીઓનાં મન કેટલાં આળાં થઈ જાય છે એ જુઓઃ અધિકારને જરા જેટલા પણ સ્પર્શ થાય તો તેઓ અધીરાઈથી આકળા થઈ જાય છે, અને તમે તે જાણે છે કે છેવટે તેઓ લખેલા કે નહિ લખેલા કાયદાઓ પ્રત્યે બેદરકાર બની જાય છે. એમના માથા (૬) પર કેઈને પણ તેઓ સાંખી શક્તા નથી.
તેણે કહ્યું: હા, હું એ સારી પેઠે જાણું છું.
મેં કહ્યું મારા મિત્ર, આવી સુન્દર અને યશસ્વી શરૂઆતમાંથી જુલમી રાજ્ય ઉત્પન્ન થાય છે.
તેણે કહ્યું? ખરેખર યશસ્વી !
પણ પછી?
જે રીતે મૂડીવાદી રાજ્યને નાશ થાય છે, તેવી જ રીતે પ્રજાસત્તાક રાજ્યનો પણ નાશ થાય છે. સ્વતંત્રતાથી વિફરેલે અને ઉત્કટ બનેલે એનો એ રેગ પ્રજાસત્તાક રાજ્યને અભિભૂત કરી નાંખે છે–(આ બધાં પરિવર્તનમાં રહેલું) સત્ય (પ૬૪) એ છે કે ગમે તે વસ્તુની વધારા પડતી અતિશયતા એની વિરોધી દિશાના પ્રયા ઘાતનું કારણ બને છે; અને ઋતુઓમાં, વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં જ નહિ, પણ બધા ઉપરાંત રાજ્ય બંધારણના પ્રકારમાં