________________
૪૫૮
પરિછેદ ૮
(૨) તેણે કહ્યું: કેમ, હાસ્તો એટલે અંશે લોકે વહેંચી લે છે જ.
અને જે લેકની માલમિલકત તેમની પાસેથી પડાવી લેવામાં આવે છે, તેમને બને તેટલી સારી રીતે પોતાની જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે ખરું ને ?
એ સિવાય બીજું શું કરી શકે?
અને પછી એમને જે કે રાજ્ય ઉથલપાથલ કરવાની કશી ઈચ્છા હેતી નથી, તો પણ બીજાઓ તેમના ઉપર મૂડીવાદી રાજ્યના મિત્રો હેવાને તથા લેકે સામે કાવત્રાં કરવાનો આરોપ મૂકે છે.
ખરું.
અને અંતે એમ બને છે કે એમની પોતાની ઈચ્છાથી નહિ, પણ અજ્ઞાનને લીધે તથા ખોટા બાતમીદારે એમને છેતરતા હોય છે એ કારણે (B) લકે પિતાને હેરાન કરવા માગે છે એમ જ્યારે તેઓ જુએ છે, ત્યારે છેવટે એમને ખરેખરા મૂડીવાદી થવાની ફરજ પડે છે એમની કંઈ ખાસ ઈચ્છા હોતી નથી પરંતુ ભમરાઓના ડંખથી તેઓ પીડાતા હોય છે, અને તેને લઈને એમનામાં રાજ્યપરિવર્તનની વૃત્તિ પેદા થાય છે.
એ ખરેખર સત્ય છે.
ત્યાર બાદ કાયદાની કોર્ટોમાં કામ ચાલે છે અને એક બીજા પરના ફેંસલાઓ આવે છે.
ખરું.
લેકે હંમેશાં (આ બધી બાબતોમાં) કેઈકને પોતાના માથે નેતા તરીકે સ્વીકારી લે છે, અને એને મેટ બનાવ્યું જ જાય છે.
હા, એમની એ રીત છે ખરી. | () જે મૂળમાંથી જુલમગાર ઉત્પન્ન થાય છે તે આ જ અને બીજું કોઈ નહિ; જ્યારે એ જમીનની બહાર ફૂટેલે દેખાય છે ત્યારે પહેલવહેલાં તો એ પાલક તરીકે દેખા દે છે.
હા, એ તદ્દન સ્પષ્ટ છે.