________________
પર
૪૫૩
મા-બાપમાંથી કાઈના પ્રત્યે કશાં માન કે આદરભાવ રહેતાં નથી; અને આ તે એની સ્વતંત્રતા છે; અને ગુલામ પુરવાસીના સમાન છે અને (૫૬૩) પુરવાસી ગુલામની બરાબર છે, અને કાઈ પરદેશી એમાંથી ગમે તેના સમાન ગણાય છે.
તેણે કહ્યું: હા, એ (એમની) રીત છે.
મેં કહ્યુંઃ અને અનિષ્ટો આટલેથી જ માત્ર અટકતાં નથી— આનાથી નાનાં બીજા કેટલાંયે છેઃ સમાજની એવી પરિસ્થિતિમાં ગુરુ શિષ્યાથી ખીએ છે, તથા એમની ખુશામત કરે છે, અને શિષ્યા પેતાના ગુરુ તેમ જ શિક્ષકાને ધિક્કારે છે; નાનાં મોટાં સર્વે સરખાં છે, અને યુવાન માણુસ તથા વૃદ્ધ સમાન કક્ષાના ગણાય છે, અને યુવાન વૃદ્ધની સાથે ખેલવામાં તથા ચાલવામાં હરીફાઈ કરવા તૈયાર થઈ જાય છે; અને વૃદ્ધ માણસે યુવાને પ્રત્યે નમ્રતાથી વર્તે છે, તથા તેઓ આનંદ અને ઠઠ્ઠા મશ્કરીથી ભરેલા હોય છે, કડક અને અધિકારવાળા ગણાવાનું એમને ગમતું નથી, (૬) અને તેથી તેએ યુવાન માસેની રીતભાતનેા અંગીકાર કરે છે.
તેણે કહ્યું: તદ્દન ખરું.
જ્યારે પૈસાથી ખરીદવામાં આવેલે ગુલામ, પછી એ સ્ત્રી હોય પુરુષ હોય, પણ એના ખરીદનારના જેટલા જ સ્વતંત્ર થઈ રહે છે, ત્યારે સાČજનિક સ્વતંત્રતાની છેવટની પરાકાષ્ટા આવે છે; આની સાથે સાથે સ્ત્રી-પુરુષની એકબીજાના અંગેની સ્વતંત્રતા તથા સમાનતા વિશે કહેવાનું મારે ભૂલવું ન જોઈ એ.
(દ) ઇસ્ટાયલસ કહે છે તેમ હાઠે આવેલા શબ્દો શા માટે ખેાલી ન નાંખવા ?
મેં જવાબ આપ્યા: હું એ જ કરું છું; અને મારે વધારામાં કહેવું જોઈ એ કે મનુષ્યના શાસન નીચે રહેલાં પ્રાણીઓને ખીજા કાઈ રાજ્યના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં કેટલી મોટી સ્વતંત્રતા હોય છે એ જે જાણતા ન હોય, તે માની પણ ન શકે; કારણ કહેવતમાં