________________
પરિચ્છેદ ૮
દરેક બાબત પ્રત્યે બેદરકાર થતો, પછી ફરી પાછો એ ફિલસૂનું જીવન ગાળે છે; ઘણી વાર તે રાજ્યપ્રકરણી વ્યવસાયમાં મશગુલ થઈ જાય છે, અને પગ પર ઊભે થઈ જઈ એના મગજમાં જે કંઈ આવે તે પ્રમાણે બેલે છે અને આચરે છે; અને કેઈએદ્ધાની સ્પર્ધા કરવાનું મન થાય તો એ દિશામાં દોટ મૂકે છે, તથા વેપારમાં પડેલા માણસોની સ્પર્ધા કરવાનું મન થાય તો વળી પાછું તેમાં ઝંપલાવે છે. એના જીવનમાં કશો નિયમ કે વ્યવસ્થા હોતાં નથી, અને આવા વિલિત અસ્તિત્વને એ સુખ, આનંદ અને સ્વાતંત્ર્યનું નામ આપે છે અને આ રીતે એ જીવે છે.*
(૪) તેણે જવાબ આપેઃ હા, એનામાં બધે સ્વાતંત્ર્ય અને સમાનતા જ છે.
કહ્યું હતું, એનું જીવન ચિત્રવિચિત્ર તથા નાનાવિધ છે, તથા એમાં ઘણુંયે જીવનનો સંગ્રહ થયેલું હોય છે—જે રાજ્યને આપણે રમ્ય અને ચિત્રવિચિત્ર વર્ણવ્યું હતું તેના જેવો જ એ છે. અને કેટલાંયે સ્ત્રી પર એને પિતાના આદર્શ તરીકે સ્વીકારશે, અને એનામાં કેટલાયે બંધારણ (સ્વભાવ) તથા (ભિન્ન ભિન્ન) રીતભાતેના દાખલાઓ મળી આવશે.
બરાબર એમ જ.
(પ૬૨) ત્યારે પ્રજાસત્તાક રાજ્યની બરાબર સામે આપણે એને મૂકીશું; આપણે એને ખરેખરા અર્થમાં પ્રજાસત્તાવાદી માણસ કહી શકીશું.
તેણે કહ્યું: એ જગ્યાએ એ ભલે રહ્યો.
સૌથી છેલ્લે વ્યક્તિ તથા રાજ્ય એમ બંને એક બીજાને અનુરૂપ એવાં સર્વથી સુન્દરતમ જુલમી રાજ્ય અને જુલમગાર આવે છે. આપણે હવે આને વિચાર કરવાને છે.*
* પ્રજાસત્તાક રાજ્યમાને સમાનતાને સિદ્ધાન્ત વ્યક્તિગત જીવનમાં નેતિક ઘેરણને નાશ કરે છે.
મુદ્દો ૫ : જુલમી રાજ્ય.