________________
૪૪૮
પછેદ ૮
મૂર્ખતા કહે છે* તેને તેઓ અપમાનભરેલી રીતે દેશવટામાં ધકેલી દે છે, તથા મિતાહારિવ જેને તેઓ મશ્કરીમાં બાયલાપણું કહે છે, તેને કાદવમાં છૂંદી મારે છે અને ફેંકી દે છે; જાણે વ્યવસ્થિત ખર્ચ કરવાની બુદ્ધિ અને સંયમ એક પ્રકારની શુદ્ધતા અને હલકાઈ હેય એમ તેઓ માણસને ફેસલાવીને સમજાવે છે, અને એ રીતે દુષ્ટ ઈચ્છાઓના બંડખેર ટોળાંની મદદથી, તેઓ એ સગુણોને હદની બહાર કાઢી મૂકે છે.
હા, જાણી જોઈને.
અને જે હવે એમની સત્તા નીચે આવી ગયું છે, અને જેને (૬) તેઓ કેઈ નિગૂઢ રહસ્યની દીક્ષા આપે છે, તેવાના આત્માને વાળી મૂડી તદ્દન ઠાલી કરી નાંખ્યા બાદ બીજું કામ તેઓ એ કરશે કે ઉદ્ધતાઈ અને અરાજકતા અને ખોટા વ્યય તથા ધૃષ્ટતાને–એમ દરેક(દુર્ગુણ) ના માથા પર ફૂલની માળા પહેરાવીને સુશોભિત પંક્તિમાં ગોઠવીને તથા એ બધાને મધુર નામથી સંબોધતા તથા એમની પ્રશંસાનાં ગીત ગાતા મોટા સાજનની સાથે તેઓ (એને આત્મામાં) (પ૬૧) પાછાં રેપશેઃ ઉદ્ધતાઈને સારા ઉછેરનું અને અરાજકતાને સ્વાતંત્ર્યનું,* ખોટા વ્યયને અશ્વર્યનું તથા ધૃષ્ટતાને તેઓ શૌર્યનું નામ આપશે અને આ રીતે જરૂરિયાતોની બાબતમાં એને જે મૂળ સ્વભાવ ઘડાયું હતું તેમાંથી એ યુવાન માણસ ચુત થાય છે અને નિરુપયોગી તથા અનાવશ્યક સુખની સ્વતંત્રતામાં તથા અરાજક્તામાં આવી પડે છે.
તેણે કહ્યુંઃ હા, એનામાં થતું પરિવર્તન સ્પષ્ટ દેખાઈ આવે છે.
આમ બન્યા પછી, આવશ્યક સુખો ઉપર પિતાના પૈસા અને મજૂરી અને વખતને એ જેટલો વ્યય કરતો હોય, તેટલો જ અનાવશ્યક સુખો ઉપર પણ તે બધાને વ્યય કરતો કરતો એ જીવ્યા કરે છે; પણ જે એ નસીબદાર હોય, અને એની બુદ્ધિ બહુ ગૂમ ન થઈ
* ભતૃહરિને આ જ અર્થને એક લોક સરખાવવા લાયક છે. + The Plural man