________________
પરિચ્છેદ ૮
૪૪૬
પાડવા શક્તિમાન હેાય તેવા ક્રૂર અને ધૂત સ્વભાવવાળા માણુસાના અહવાસમાં એ જ્યારે આવે—ત્યારે તમે કલ્પી (૬) શ્નકશા કે એનામાં રહેલું મૂડીવાદી તત્ત્વ પ્રજાસત્તાવાદી તત્ત્વમાં બદલાવા માડશે ?
અવશ્ય એમ જ અને.
અને રાજ્યમાં જેમ સરખેસરખાં માણસે એકબીજાને મદદ કરતાં હતાં તથા પુરવાસીઓના એક વિભાગને મદદ કરવા બહારથી કુમક લઈ આવીને રાજ્યપરિવર્તન કરવામાં આવ્યું હતું, તેમ યુવાન માણસમાં રહેલી ઇચ્છાઓને બહારથી મદદ કરવા આવેલ ઇચ્છાઓના ધાડાને લીધે એનામાં પરિવર્તન થશે. અને ( આ પરિવર્તનમાં ) જે ઇચ્છા જેના જેવી અને જેના સમાન હશે તેવીને તે મદદ કરશે.
જરૂર.
અને એનામાં રહેલા મૂડીવાદી તત્ત્વાને મહ્દ કરનાર કાઈ મિત્રપક્ષ હશે, પછી એને સલાહ કે ઠપકા આપતી એના બાપની (૫૬૦) કે એના કાઈ સગાની એ અસર હાય કે પછી ખીજી કોઈ, તે તેવે વખતે આત્મામાં એક પક્ષ અને એને વિધી એમ બે પક્ષા ઊગી નીકળશે, તથા પેાતાની જાતની સામે એ વિગ્રહ કરશે.
એ એમ જ હાય.
અને એમાં એવા પણ વખત આવી લાગે જ્યારે પ્રજાસત્તાવાદી તત્ત્વ મૂડીવાદી તત્ત્વ આગળ નમતું આપે, અને એની કેટલીક ઈચ્છાઓ નાશ પામે, અને કેટલીએકને દેશનિકાલ કરવામાં આવે; તેવે વખતે યુવાન માણુસના આત્મામાં આદરભાવના ગુણ આવીને વસે છે, અને પાછું બધુ સુવ્યવસ્થિત થાય છે.
તેણે કહ્યું: હા, એવું કાઈ વાર બને છે ખરું.
અને પછી વળી જીતી ઇચ્છાઓને હાંકી કાઢવામાં આવી હાય (વ) ત્યાર બાદ એના જ જેવી ખીજી નવી ઇચ્છાએ ઉગી નીકળે છે