________________
૪૪૫
ઈચ્છા અને વટી જાય છે, તથા યુવાવસ્થાથી મેળવી હોય અને કાબુમાં રાખી હોય તો સામાન્ય રીતે જેમાંથી મુક્ત થઈ શકાય છે અને જે શરીરને હાનિકર્તા છે તથા વિવેક અને સગુણના પરિશીલનમાં જે આત્માને પણ હાનિકર્તા છે, (૧) તેને ખરેખર અનાવશ્યક ગણું શકાય ?
સાવ સાચું.
આવી ઈચ્છા ખર્ચ કરાવે છે, જ્યારે પેલા બીજા પ્રકારની ઈચ્છાએ આવશ્યક વસ્તુઓ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે તેથી તેમાંથી ઉલટા પિસા પેદા થાય છે એમ આપણે કહીએ તો ? *
જરૂર.
અને પ્રેમનાં (એટલે કે વિષયવાસનાનાં) સુખો, અને બીજાં તમામ સુખોને આ લાગુ પડે છે ખરું ને ?
ખરું.
અને જે ભમરા વિશે આપણે વાત કરતા હતા તે આ પ્રકારની ઇચ્છાઓ તથા સુખમાં ડૂબેલે રહેતા અને અનાવશ્યક ઇચ્છાઓનો એ ગુલામ હતો, (૯) જ્યારે જે માણસ માત્ર આવશ્યક ઈચ્છાઓને જ અધીન રહે તે લેભી અને મૂડીવાદી હતું ?
સાવ સાચું.
વળી મૂડીવાદી માણસમાંથી પ્રજાસત્તાવાદી કેમ ઊગી નીકળે છે તે આપણે જરા જોઈએ; મને લાગે છે કે એ રીતે સામાન્યતઃ આવી હશે.
એ રીત કઈ?
આપણે હમણાં જ વર્ણન કરતા હતા તેમ, ક્ષુદ્ર અને લેભી રીતે ઉછેરવામાં આવ્યું હોય તે યુવાન માણસ જ્યારે મધ ચાખે અને દરેક પ્રકારના માજશેખ તથા જાતજાતનાં સુખ એને પૂરાં
* Productive and unproductive desires.