________________
પદિ ૬ પરંતુ વળી જે માણસોમાં તર્કની આપ-લે કરવાની શક્તિ ન (૩૨) હોય તેવામાં, આપણને–જે-પ્રકારના-જ્ઞાનની જરૂર છે તેવું જ્ઞાન હોઈ શકે ખરું ?
આનો પણ સ્વીકાર થઈ શકે નહિ.
મેં કહ્યું અને તેથી ગ્લાઉકૌન આપણે આન્વીક્ષિકીની ઋચા પસે છેવટે આવી પહોંચ્યા છીએ. આ જ તે શુદ્ધ બુદ્ધિનું સંગીત, ને કે દગશક્તિમાં આનું અનુકરણ થતું માલુમ પડે છે ખરું કારણ, તમને યાદ હશે કે દૃષ્ટિ અમૂક કાળ પછી સાચ્ચાં પશુઓ તથા તારાઓ અને છેવટે સૂર્ય પોતાને નીહાળે છે એમ આપણે કલ્પના કરી હતી. અને એ જ રીતે આન્ધીક્ષિકીનું પણ; જ્યારે માણસ ઇન્દ્રિયની જરા પણ મદદ લીધા વગર, માત્ર બુદ્ધિના જ પ્રકાશથી, પરમ (તત્વ)ની શોધમાં ઉપડે છે, તથા પરમ ઈષ્ટનાં દર્શન ન થાય, ત્યાં સુધી ખંતથી શુદ્ધ બુદ્ધિનો પ્રયાસ કર્યા કરે છે, (૨) ત્યારે દૃશ્ય જગતને અંતે જેમ દગશક્તિ (સૂર્યનાં દર્શન કરે છે તેમ ) તે માણસ છેવટે બુદ્ધિગમ્ય જગતને અંત પામે છે.
તેણે કહ્યું એમ જ.
ત્યારે આ પ્રકારના શુદ્ધ બુદ્ધિના વ્યાપારને તમે આન્વીક્ષિકી કહે, ખરું ને ?
ખરું.
પરંતુ બેડીઓમાંથી કેદીઓને છુટકારે, તથા છાયાના પ્રદેશમાંથી પ્રતિકૃતિ પ્રત્યે અને ત્યાંથી પ્રકાશ તરફની તેમની યાત્રા, અને ભૂગર્ભમાંની ગુફામાંથી સૂર્ય પ્રત્યેનું તેમનું આરોહણ-જ્યાં સૂર્યની હાજરીમાં તેઓ પશુ, વનસ્પતિ તથા સૂર્યના પ્રકાશને જોવા ગટ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેમની આંખોની આવી નબળાઈ છતાં તેઓ પાણીમાં પડેલાં પ્રતિબિંબે [જે તાત્વિક દષ્ટિએ આધ્યાત્મિક છે ] જોઈ શકે
* Ideas of Reason : See Kaot on Plato. ‘Categories or pure conceptions of understanding of reason.