________________
૪૪
પરિચ્છેદ ૮
છે તેટલે અંશે તેઓ આ રહ્યાં – પહેલું જેમાં સામાન્ય રીતે વખાણ કરવામાં આવે છે તે ક્રીટ અને પાર્ટી આના પછી મૂડીના ધોરણ પર રચાયેલું રાજ્ય આવે છે; આનાં એટલાં વખાણ કરવામાં આવતાં નથી, અને કેટલાંયે અનિષ્ટો ઉભરાતાં હોય એવો રાજ્યબંધારણનો આ પ્રકાર છે; ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય જે મૂડીના ધોરણ પર રચાયેલા રાજ્યનું સ્વાભાવિક પરિણામ છે, જે કે એનાથી એ બહુ જુદું હોય છે. અને છેવટે જુલમી રાજય આવે છે, મહાન અને નામીચું, જે બધાથી ભિન્ન છે, અને રાજ્યબંધારણના એ ચોથા પ્રકારમાં સૌથી વધારે અધમ અવ્યવસ્થા હોય છે. આનાથી ભિન્ન ખાસિયતવાળું બીજી કઈ જાતનું બંધારણ હોય તો એની મને ખબર નથી; તમને ખબર છે? () બીજી જાગીરો અને ભાયાતગીઓ ખરીદાય છે અને વેચાય છે, અને વચગાળાના બીજા કેટલાએક બંધારણના પ્રકાર હોય છે. પરંતુ આ (પ્રકાર) સ્પષ્ટ લક્ષણ વગરના છે, અને હેલેનિક તથા જંગલી લેકેમાં એકસરખા મળી આવે છે.
તેણે જવાબ આપ્યોઃ હા, એમનામાં કેટલાંય વિચિત્ર પ્રકારનાં બંધારણે હયાત છે એ વિશે જરૂર સાંભળવામાં આવ્યું છે.
મેં કહ્યું: માણસેના સ્વભાવો જેમ બહુવિધ હોય છે, તેમ રાજ્યબંધારણના પ્રકારે પણ બહુવિધ હોય છે તથા જેટલા પ્રકારો એકના હોય, તેટલા જ પ્રકારો બીજાના પણ હોવા જોઈએ, એ તમે જાણે છે ? કારણ પથ્થર અને લાકડા ”થી* (૬) રાજ્ય બનાવવામાં આવે છે એમ આપણે નહિ માની શકીએ, પરંતુ જેવા સ્વભાવવાળા માણસે રાજ્યમાં હોય–જે ઘડીકમાં છાબડું બેસાડી દે
અને પોતાની અંદર બીજી વસ્તુઓને પણ ખેંચી આણે તેનાથી રાનાં ભિન્નભિન્ન સ્વરૂપે પેદા થાય છે.
તેણે કહ્યું: હા, જેવાં માણસે તેવાં રા ; માનવ સ્વભાવ કે ચારિત્ર્યમાંથી જ તેઓ ઊગી નીકળે છે.
* મૂળમાં “Oak and rock' છે.