________________
૪૪૦.
પરિચ્છેદ ૮
રાજ્ય માંદું પડે અને પોતાની જ જાત સાથે વિગ્રહ કરે; જ્યારે બીજી કોઈ વાર બહારના એક પણ (પપ૭) કારણ વિના રાજ્યમાં અત્યંત વિક્ષેપ વ્યાપી રહે.
હા અચૂક.
અને પછી ગરીબ પિતાના દુશ્મનને જીતી લેશે એટલે પ્રજાસત્તાક રાજ્ય અસ્તિત્વમાં આવશે–અને કેટલાએકની તેઓ કતલ કરશે, અને બીજાઓને દેશનિકાલ કરશે, જ્યારે બાકીનાને સ્વાતંત્ર્ય અને સત્તાનો સરખો હિસ્સો આપશે; અને આ પ્રકારના રાજ્યબંધારણમાં ન્યાયાધીશોને સામાન્ય રીતે ચિઠ્ઠીઓ નાંખીને ચૂંટવામાં આવે છે.
તેણે કહ્યુંઃ હા, પ્રજાસત્તાક રાજ્યનું સ્વરૂપ એ છે, પછી રાજ્યપરિવર્તન શસ્ત્રની મદદ વડે કરવામાં આવ્યું હોય, અથવા બીકને લીધે સામેના પક્ષને નમતું આપવાની ફરજ પડી હોય.
અને હવે એમના જીવનની રહેણીકરણ કેવી હશે, તથા એમનું () રાજ્યબંધારણ ક્યા પ્રકારનું હશે ? કારણ જેવું રાજ્યબંધારણ હશે, તે જ તેમાં વસતા માણસ હશે.
તેણે કહ્યું એ સ્પષ્ટ છે.
સૌથી પહેલાં તે શું તેઓ સ્વતંત્ર નથી; અને શહેર શું સ્પષ્ટવાદીપણાથી તથા સ્વાતંત્ર્યથી ઊભરાઈ જતું નથી–ગમે તે માણસ પિતાને ફાવે તેમ બોલી શકે અને કરી શકે, ખરું ને?
તેણે જવાબ આપેઃ એમ કહેવાય છે ખરું.
અને જ્યાં સ્વતંત્રતા હોય, ત્યાં વ્યક્તિ પોતાની મરજીમાં આવે તેમ પિતાના જીવનની રહેણીકરણી નક્કી કરે છે એ દેખીતું છે.
એ દેખીતું છે.
(૪) તે આ રાજ્યમાં મનુષ્યસ્વભાવમાં રહેલી ભિન્નતા સૌથી વધારે પ્રમાણમાં દેખાશે.
હી.