________________
૫૫૧
-
હા, એટલા જ ઉદાસીન.
એમનામાં આ પ્રકારની સ્થિતિ અસ્તિત્વ ધરાવતી હોય છે. અને શું મુસાફરીએ જતાં કે મળવાના કોઈ બીજા પ્રસંગે, યાત્રાએ જતાં કે કૂચ કરતાં, સહ-નિક તરીકે કે સહ-નાવિકે તરીકે, ઘણું વાર શાસનકર્તાઓ તેમજ તેમની પ્રજા (૬) એક બીજાના સંબંધમાં આવશે; અને બરાબર ભયની ક્ષણ આવી પહોંચે ત્યારે તેઓ એકમેકની ચેષ્ટા નિહાળશે–કારણ ભયને વખતે પૈસાદાર માણસ ગરીબેને ધિક્કારે એવી બીક રાખવાનું કારણ નથી–અને જેના ચહેરા પરની ચામડીને રંગ જરા પણ ખરાબ થયો નથી, તથા જેનામાં મેદ પુષ્કળ છે તેવા કોઈ ધનવાન માણસની સાથોસાથ કોઈ સુકલકડી, સૂર્યના તાપથી કાળો પડી ગયું હોય તેવો ગરીબ માણસ લડાઈમાં ઉતરે એ ઘણું જ સંભવિત છે– અને જ્યારે એવાને તદ્દન બેબાકળો થઈ ગયેલો અને હાંફતો એ જોશે, ત્યારે–આવાઓને લૂંટી લેવાની કોઈનામાં હિંમત હોતી નથી તેથી જ માત્ર તેઓ પૈસાદાર રહી જાય છે એવા અનુમાન પર આવતાં એ ક્યાંથી અટકી શકે? અને જ્યારે તેઓ ખાનગીમાં મળશે, ત્યારે તેઓ અંદર અંદર (૪) એક બીજાને શું એમ નહિ કહે કે-“આપણું લડવૈયાઓમાં કંઈ દમ નથી ??
તેણે કહ્યું : હા, તેમની વાત કરવાની રીત આ પ્રકારની હોય છે તેની મને ખબર છે,
ને કાઈ રેગિષ્ટ શરીરને બહારથી એક માત્ર પ લાગે, ને એ જેમ માંદુ પડી જાય છે, તથા કઈ વાર કશું બાહ્ય કારણ ન હોય તે પણ (શરીરની) અંદર ભારે ધમાલ મચી રહે છે–તેવી જ રીતે રાજ્યમાં જ્યારે જ્યારે નબળાઈ આવે છે, ત્યારે ત્યારે માંદગી આવવાને પણ સંભવ છે; અને તે પણ પ્રસંગ ઘણો જ ક્ષુદ્ર (નાનો) હોય તેમ છતાં–જેવો કે એક પક્ષ બહારથી મૂડીવાદી લેકને અને બીજે પોતાના પ્રજાસત્તાક મિત્રોને અંદર ઘૂસાડતો હોય, અને પછી