________________
५५७
ત્યારે જાત જાતનાં ફૂલોનાં ચિતરામણુ કાઢયાં હોય તેવા ભરત ભરેલા ઝભાની જેમ, આ રાજ્ય સૌથી વધારે સુન્દર હોવાનો સંભવ દેખાય છે. અને જેમ સ્ત્રીઓ તથા બાળકોને બીજી બધી વસ્તુઓ કરતાં જાત જાતના રંગે બહુ જ મનહર દેખાય છે, તેવી જ રીતે અનેક જાતની રીતભાતથી તથા જાત જાતનાં માણસોથી ચિત્રવિચિત્ર થયેલું આ રાજ્ય જાણે બધાં રાજ્ય કરતાં સૌથી સુન્દર છે એમ ઘણાયે માણસને લાગશે.
હા.
(૬) હા, મારા મહેરબાન સાહેબ. તથા બંધારણની શોધ કરવી હોય, તો આના કરતાં બીજું કોઈ રાજ્ય વધારે સારું નથી.
એમ કેમ?
કારણ ત્યાં સ્વાતંત્ર્ય રાજ્ય કરતું હોય છે તેથી–જાત જાતનાં તમામ પ્રકારનાં રાજ્યબંધારણે એમાં હોય છે; અને આપણે કરી રહ્યા છીએ તેમ જે કોઈને રાજ્ય સ્થાપન કરવાનું મન થઈ આવે, તે જે બજારમાં તેઓ બંધારણો વેચતા હોય તેવી હરકેઈ બજારમાં એ જેમ જાય, તેમ તેણે પ્રજાસત્તાક રાજ્યમાં જવું જોઈએ, અને ( ત્યાં જઈ) પિતાને ફાવે તેવું બંધારણ એ શોધી શકશે; પછી પોતાની પસંદગી કરી રહ્યા બાદ એ પોતાના રાજ્યને પાય ભલે નાંખે.*
(૪) એને જરૂર જોઈતા નમૂનાઓ અચૂક મળી રહેશે.
મેં કહ્યું અને તમારામાં શક્તિ હોય, તો પણ આ રાજ્યમાં તમારે શાસન કરવું જ જોઈએ અથવા હરકોઈ બીજાના શાસન નીચે તમારે રહેવું જોઈએ એવી કોઈ આવશ્યકતા નથી, સિવાય કે તમને એ ગમતું હોય; અથવા બીજાઓ લડાઈ કરવા જાય, ત્યારે તમારે પણ લડાઈ કરવા જવું કે બીજાઓ સુલેહશાંતિમાં હોય, ત્યારે તમારે
* ઇચછાઓમાં તથા કામના તત્વમાં જેટલું બહત્વ છે એટલું બહત્વ પ્રજાસત્તાક રાજ્યમાં હોય છે. લેઝ નામના સંવાદમાં વેએ આ જ બાબતનું પ્રતિપાદન કર્યું છે,