________________
પછી શું ?
(૪) પોતાની લત ઉપર પોતાની સત્તાને આધાર છે એવી શાસનકર્તાઓને ખબર હોય છે તેથી તેઓ ઉડાઉ યુવાનના ઉડાઉપણુને કાબુમાં રાખવા કશો કાયદો ઘડતા નથી, કારણ એની પાયમાલીથી એમને તે લાભ જ છે; એવાઓ પાસેથી તેઓ વ્યાજ લે છે, અને એમની જાગીર ખરીદી લે છે, અને આ રીતે પિતાની દેલત અને પ્રભુત્વ તેઓ વધારે છે. ખરું ને?
અચૂક.
પૈસાને પ્રેમ તથા સંયમની મનોદશા એ બંને એક જ રાજ્યના પુરવાસીઓમાં કંઈ લાંબો વખત એકી સાથે ન રહી શકે એ (૩) બાબત શંકા ન હોઈ શકે; કાં તે એકની નહિ તે બીજાની ઉપેક્ષા થવાની જ.
એ ઠીક ઠીક સ્પષ્ટ છે.
અને મૂડીવાદી રાજ્યમાં, બેદરકારી તથા ઉડાઉપણાને સામાન્ય પ્રચાર થવાને લીધે, સારાં કુટુમ્બનાં માણસે ઘણી વાર ગરીબ સ્થિતિમાં આવી પડે છે ?
હા, ઘણું વાર.
અને તેમ છતાં તેઓ નગરરાજ્યમાં તે રહે છે જ; ડંખ મારવા પૂરેપૂરાં શસ્ત્રોથી સુસજજ એવા તેઓ તૈયાર જ હોય છે, અને કેટલાક દેવામાં ડૂબેલા હોય છે, કેટલાએકને પૌરાધિકાર જપ્ત કરવામાં આવ્યું હોય છે; વળી ત્રીજા વર્ગમાં આ બંને વસ્તુસ્થિતિ જોવામાં આવે છે; અને જેમણે તેમની માલમિલક્ત લઈ લીધી છે તેમની તથા બીજા તમામની સામે તેઓ કાવત્રાં કરે છે, અને તેમને ધિક્કારે છે, અને (૬) રાજ્યપરિવર્તન માટે તેઓ તલપાપડ થઈ જાય છે.
એ ખરું છે.
વળી બીજી તરફ, નીચે વાંકા વળીને ચાલતા, તથા જેમને તેઓએ પાયમાલ કર્યા છે તેમને જાણે જોતા જ નથી એવો ઢોંગ કરતા શાહુકારે તેમની સાથેની લેવડદેવડમાં જેઓ હોશિયાર ન હોય