________________
૪૩૬
પરિચ્છેદ ૮ ખરે શુણ એનાથી ક્યાંઈ દૂર ભાગશે અને એની નજીક કદી નહિ આવે.
હું એમ જ માનું.
(પપપ) અને રાજ્યમાં કોઈ પણ જાતના ઈનામ માટે કે સંમાનિત મહત્ત્વાકાંક્ષાના બીજા કોઈ વિષયના પ્રતિસ્પર્ધી તરીકે વ્યક્તિઓની સરખામણી કરતાં લેભી માણસ હલ જ પડશે; કીર્તિની ઝુંબેશમાં એ પિતાના પૈસે નહિ ખરચે; કારણ એવા પ્રયત્નમાં પોતાની ખર્ચાળ કામનાઓને (જેતરમાં) જોડીને તેમની પાસેથી મદદ મેળવવા જતાં એ બધી ક્યાંક જાગ્રત થાય એવી એને બીક હોય છે, બરાબર મૂડીવાદી રાજ્યની ઢબે, સ્પર્ધામાં પિતાની મૂડીને અમુક જ ભાગ એ ખર્ચે છે, અને સામાન્ય પરિણામ એ આવે છે કે એ ઈનામ ગુમાવે છે અને પિતાના પૈસા સાચવી રાખે છે.
સાવ સાચું.
ત્યારે લોભી અને પૈસા પેદા કરનાર વ્યકિત મૂડીવાદી () રાજ્યને મળતી આવે છે એ વિશે હવે આપણને કશી શંકા છે?
કશી શંકા ન હોઈ શકે.
હવે ત્યાર બાદ પ્રજાસત્તાક રાજય આવે છે; * આનાં ઉત્પત્તિ તથા સ્વરૂપ હજી આપણે વિચારવાનાં રહે છે અને ત્યાર પછી પ્રજાસત્તાક માનવની રીતિનું આપણે નિરૂપણ કરીશું, તથા તેને ન્યાય કરવા એને ખડે કરીશું.
તેણે કહ્યું. આપણું પદ્ધતિ એ છે.
મેં કહ્યુંવારુ, અને મૂડીવાદી રાજ્યમાંથી પ્રજાસત્તાક રાજ્ય કેવી રીતે પરિણમે છે? એ શું આ પ્રમાણે નથી ? જે ઈચ્છા કદી સંતોષાઈ શકાય એવી નથી, તેવી શક્ય-હાય-તેટલા–ધનવાન થવાની ઇચ્છાને એવું રાજ્ય ઇષ્ટ લક્ષ્ય ગણે છે.
* મુદ્દો ૪. બહુજનમતવાદી રાજ્ય તથા “બહુજનમતવાદી” માનવ.