________________
૪ર૦
પરિચછેદ ૮
મેં કહ્યું: કેમ, હાસ્તો, તેમને જવાબ બેલાશક ખરે છે; સરસ્વતી ખોટું બોલે જ કેમ ?
(a) અને સરસ્વતી આ ઉપરાંત બીજું કંઈ કહે છે કે નહિ ?
કુસંપ જાગ્યા પછી બે જાતે સામસામે માર્ગે ખેંચવા લાગી : લેખંડ અને પિત્તળની જાતો પૈસા અને જમીન અને ઘર અને તેનું તથા રૂપું મેળવવામાં પડી ગઈ. પરંતુ સોના અને રૂપાની જાતેના પિતાના બંધારણમાં જ ખરેખરી દોલત રહેલી છે તેથી પૈસાને ન ગણકારતાં તેમનું વલણ સમાજની પ્રાચીન વ્યવસ્થા અને સદગુણ તરફ રહ્યું. એ બેની વચ્ચે એક વાર લડાઈ થઈ અને જમીન તથા ઘરે અંદર અંદર વહેંચી લેવામાં છેવટે તેઓ એકમત થયા; * () અને અગાઉ સ્વતંત્ર માણસ તરીકે જેમનું તેમણે રક્ષણ કર્યું હતું તેવા તેમના મિત્રો, અને તેમનું ભરણપોષણ કરનારાઓને તેમણે ગુલામ કર્યા અને તેમને પ્રજા તથા નોકરે બનાવી દીધાં; અને તેઓ પોતે તેમના પર નજર રાખવામાં તથા લડાઈ કરવામાં રેકાયેલા રહેતા.
અધઃપતનના આરંભ વિશેને તમારે ખયાલ ખરો છે એમ હું માનું છું.
અને આ રીતે ઉભેલા રાજ્યબંધારણનું સ્વરૂપ આપણું શિષ્ટજનસત્તાક રાજ્ય તથા મૂડીના ધોરણ પર રચાયેલા રાજ્ય વચ્ચેનું હશે.
સાવ સાચું.
આવો ફેરફાર થશે, અને તે થયા બાદ તેઓ શું કરશે ? (૯) આપણું સંપૂર્ણ રાજ્ય અને મૂડીના ધોરણ પર સ્થપાયેલા રાજ્યની મધ્યમાં આ નવું રાજ્ય આવી રહેશે, આથી એટલું સ્પષ્ટ છે કે અમુક અંશમાં એકનું અને બીજા થોડા અંશમાં એ બીજાનું અનુકરણ કરશે, અને તે ઉપરાંત એની પોતાની પણ કેટલીએક વિશિષ્ટતાએ એમાં હશે,
* સામ્યવાદનો અંત અને ગુલામીની પ્રથાની શરૂઆત.