________________
પરિછેદ ૮
ક્યું અનિષ્ટ ?
પિતાની પાસે જે કંઈ હોય તે બધું હરકેઈ માણસ વેચી શકે છે, અને બીજો કોઈ એની માલમીલક્ત વેચાતી લઈ શકે છે, અને આ રીતે વેચાણ કર્યા પછી પણ, વેચનાર પિતે વેપારી નથી, કારીગર નથી, ઘોડેસ્વાર નથી તેમજ પાયદળને સૈનિક નથી પડ્યુ માત્ર એક ગરીબ, નિરાધાર પ્રાણી છે, અને આ રીતે એ કશું ન હોવાને લીધે રાજ્યની સાથે એને કઈ પણ પ્રકારનો સંબંધ રહેતા નથી, તો પણ એ રાજ્યમાં રહી શકે છે!
હા, આ રાજ્યમાં જ પહેલવહેલાં આવાં (૪) અનિષ્ટની શરૂઆત થાય છે.
એ અનિષ્ટને ખરેખર કંઈ ત્યાં જ અંત આવતો નથી; કારણ મૂડીવાદી રાજ્યમાં મહાન દેલત તથા અત્યંત ગરીબાઈ–એમ બને પરાકાષ્ટાઓ એકી સાથે રહેલી છે.
ખરું.
પણ ફરી વિચાર કરે; પોતે ધનવાન હતો તથા પિતાને પૈસા ખર્ચ તે હતો, ત્યારે આ પ્રકારનો માણસ એક પુરવાસીની ફરજોની દષ્ટિએ રાજ્યને જરા પણ લાભકર્તા થઈ શકે ખરે ? અથવા જે કે શાસન કરનારાઓના વર્ગની કોઈ વ્યક્તિ જે એ માત્ર દેખાતો હતો, તે પણ વસ્તુતઃ એ પ્રજા કે શાસનકર્તા એ બેમાંથી કોઈ નથી, પણ માત્ર એક ઉડાઉ જ છે –– ખરું ને ?
(વા) તમારા કહેવા પ્રમાણે એ શાસનકર્તા જેવો દેખાય છે, પરંતુ છે તે માત્ર ઉડાઉ જ.
જેમ મધપૂડામાં ભમરા હોય છે. તેમ આ ઘરનો ભમરે છે, તથા પેલા ભમરા જેમ મધપૂડાને શાપરૂપ છે તેમ આ લેકે નગરરાજ્યને શાપરૂપ છે એમ શું આપણે ન કહી શકીએ ? *
એમ જ સેક્રેટિસ. * Hesiod 'Works and Days' 307.